પાંપણે ઊભો રહી જોયા કરું

પાંપણે ઊભો રહી જોયા કરું,
સ્વપ્ન તો યે આંખમાં ખોયા કરું.

લઈ હવાનો હાથ બેઠો શહેરમાં,
મ્હેકની રેખા હજી શોધ્યા કરું.

ડાઘ મનના વસ્ત્ર પર દેખાય તો,
હું ગઝલ દ્વારા પછી ધોયા કરું.

ઊર્મિઓના વેશમાં મૂંગો છતાં,
સ્પર્શથી જાણે સતત બોલ્યા કરું.

ત્યાં તમે ‘જોશી’ રહેજો સાબદા,
જાત સાથે ખુદને જ્યાં તોલ્યા કરું.

- હેમાંગ જોશી

This entry was posted on Monday, March 2nd, 2009 at 11:08 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “પાંપણે ઊભો રહી જોયા કરું”

  1. natver mehta Says:

    લઈ હવાનો હાથ બેઠો શહેરમાં,
    મ્હેકની રેખા હજી શોધ્યા કરું.

    વાહ શું સરસ ક્લ્પના છે!
    માશાઅલ્લાહ!

    બ્લોગ જગત છે વિશાળ એટલું
    શું વિસરું અને શું હું નોંધ્યા કરૂં

    ટેકનિકની કરામત છે એવી આ
    રોજ કંઈક નવું નવું શોધ્યા કરૂં

    કરૂં બંધ પેટારો વેબ જગતનો
    મનોજગતની વેબ ખોલ્યા કરૂં

Leave a Reply