Archive for March, 2009

નવા યુગનો ચેલો છું

Posted on March 31st, 2009 by gujaratikavita  |  2 Comments »

નવા યુગનો ચેલો છું હું ભાઈ નવા યુગનો ચેલો છું પવન પ્રમાણે શઢ ફેરવી, લાભ મળે ત્યાં લોટું છું— ભાઈ નવા યુગનો.. ભવ્ય આશ્રમ નજરે પડતાં તુરત જ ડેરા ડાલું છું ગુરુની પાસે કંઠી બંધાવી મોબાઈલ લઈ મહાલું છું…ભાઈ નવા.. જેની હાકો વાગે સરકારમાં એ નેતાને પીંછાણું છું ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે વિમાન યાત્રાએ શોભું [...]

એકાદ એવી યાદ તો છોડી જવી હતી

Posted on March 23rd, 2009 by gujaratikavita  |  3 Comments »

એકાદ એવી યાદ તો છોડી જવી હતી છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી – કૈલાસ પંડિત

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે

Posted on March 23rd, 2009 by gujaratikavita  |  2 Comments »

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે સંજોગના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે – સૈફ પાલનપુરી

ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

Posted on March 6th, 2009 by gujaratikavita  |  1 Comment »

દર્દને ગાયા વિના રોયા કરો જિંદગી માણ્યા વિના ખોયા કરો બીક લાગે કંટકોની જો સતત ફૂલને ચૂંથો નહીં, જોયા કરો – કૈલાસ પંડિત

ચાંદનીની રાહ એ જોતું નથી

Posted on March 6th, 2009 by gujaratikavita  |  No Comments »

ચાંદનીની રાહ એ જોતું નથી આંગણું એકાંતને રોતું નથી રાત પાસે આગિયા પણ હોય છે એકલું અંધારું કાંઈ હોતું નથી – કૈલાસ પંડિત

અફસોસ નથી

Posted on March 6th, 2009 by gujaratikavita  |  2 Comments »

પ્રયાસો થતાં જ રહ્યા ને મળ્યું લાંબા અંતરનું એક દિલ. પ્રેમના તાતણે એવા બંધાતા જ રહ્યા કે કદી તૂટે નહીં. મળતાં જ રહ્યા પળે-પળે ને પ્રેમના દીપ જલતાં જ રહ્યા દિન-રાત. ‘અફસોસ’ નથી આજે મને તારા નફરતનો, પણ શીખ્યો ઘણો હું પ્રેમની દુનિયામાં કે નફરત કરનારાઓ પણ ઘણા હોય છે. – ‘ મયુર વસાવા, પેટલાદ [...]

માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?

Posted on March 6th, 2009 by gujaratikavita  |  1 Comment »

માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન? સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન. પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ? એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન. – મેહુલ

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ

Posted on March 6th, 2009 by gujaratikavita  |  No Comments »

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ, ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ. કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ, ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ. ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય, કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ. વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે, હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ. કરી [...]

અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી.

Posted on March 4th, 2009 by gujaratikavita  |  No Comments »

અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી. અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી. મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણ કૈં ડૂસકાં, અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ.એસ.સી.? પગોમાં પગરવો પહેર્યા ને આંખો પર નજર ઓઢી, ફરે માણસ તીરથધામે નયન દેસાઈ એસ.એસ.સી. વહે વિસ્તીર્ણ પટ જળથી તે ઝળઝળિયાં સુધી એનો, નદીસરસો જીવે આમે નયન [...]

પાંપણે ઊભો રહી જોયા કરું

Posted on March 2nd, 2009 by gujaratikavita  |  1 Comment »

પાંપણે ઊભો રહી જોયા કરું, સ્વપ્ન તો યે આંખમાં ખોયા કરું. લઈ હવાનો હાથ બેઠો શહેરમાં, મ્હેકની રેખા હજી શોધ્યા કરું. ડાઘ મનના વસ્ત્ર પર દેખાય તો, હું ગઝલ દ્વારા પછી ધોયા કરું. ઊર્મિઓના વેશમાં મૂંગો છતાં, સ્પર્શથી જાણે સતત બોલ્યા કરું. ત્યાં તમે ‘જોશી’ રહેજો સાબદા, જાત સાથે ખુદને જ્યાં તોલ્યા કરું. – હેમાંગ [...]