Archive for February, 2009

નથી રસ્તા સરળ કોઈ

Posted on February 6th, 2009 by gujaratikavita  |  No Comments »

નથી રસ્તા સરળ કોઈ, કરે દિશાય છળ કોઈ ! સલામત ક્યાં છે જળ કોઈ ? ટીપે ટીપે વમળ કોઈ ! જડે ક્યાં એનું તળ કોઈ ? મળે માણસ અકળ કોઈ. નજર એ કેમ આવે પણ ? નજર આગળ પડળ કોઈ ! ઝીલો એકાદ પણ ‘સુધીર’, ગઝલની ખાસ પળ કોઈ. -સુધીર પટેલ

એક બે ત્રણ ચાર છોડી દે

Posted on February 6th, 2009 by gujaratikavita  |  No Comments »

એક બે ત્રણ ચાર છોડી દે, ઊગતો અધંકાર છોડી દે. તો જ નમણી નિરાંત નિરખશે, તું તને બારોબાર છોડી દે. આપમેળે જ આવી મળશે એ, અહર્નિશ એના વિચાર છોડી દે. સુખની ચાવી તનેય સાંપડશે, એક અમથો નકાર છોડી દે. છેડછાડ ઝાઝી તું રહેવા દે, સ્હેજ છેડીને તાર છોડી દે. પ્રાણ પ્રગટી જશે સ્વયં એમાં, શબ્દની [...]

આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું

Posted on February 6th, 2009 by gujaratikavita  |  No Comments »

આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું. મન શાંત મારું ઠેકડા મારી હરણ થયું. બુદ્ધિને એક બાજુએ બેસી જવા કહ્યું દીવાનગીને આજ હવે શાણપણ થયું. ઠોકર મળી ને કોઈ જ્યાં રસ્તે ઢળી પડ્યું, મુજને ન જાણે તે ઘડી મારું સ્મરણ થયું. પાંપણ બીડોને સોણલું આવે તો જાણજો, છાયાની સાથ તેજનું એકીકરણ થયું. ઊર્મિઓ એમાં [...]

છે વાર્તા – વફા

Posted on February 3rd, 2009 by gujaratikavita  |  1 Comment »

સાકી સુરા ને જામની છે વાર્તા. બેકસ અને બદનામની છે વાર્તા. લો સૂરજ ઉગતાઁ શરૂ આ થઇ ગઇ દિન રાત ને સુબ્હ શામની છે વાર્તા દીપક પતંગા નુ મિલન પણ જોઇ લો મહોબ્બત ના અંજામની છે વાર્તા. લયલા અને મજ્નુ શીરી ફરહાદ ની, મહોબ્બત મા નાકામની છે વાર્તા. ચાલો ‘વફા’હૈયા મહીઁ સંઘરી લો, ભીઁજાયલી એક [...]

તઝ્મીન – વફા

Posted on February 3rd, 2009 by gujaratikavita  |  No Comments »

હવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે. બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે. તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટે મને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે. અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે. – મોહમ્મદ અલી ભૈડુ’વફા’