Archive for January, 2009
જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા તેં કફન ખોલી કદી જોયું નહીં મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા – વિનોદ ગાંધી
બને તો આપબળથી તું તરી જા તારો ભવસાગર
બને તો આપબળથી તું તરી જા તારો ભવસાગર, કિનારા પર ડુબાડે છે, ઘણાએ તારનારાઓ. બધાએ જીતનારાઓ વિજેતાઓ નથી હોતા, જીવનમાં દાવ જીતે છે ઘણાએ હારનારાઓ ! – સાગર સિદ્ધપુરી
અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું – અમૃત ઘાયલ
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે, કિન્તુ મળે જો લાગણી ત્યારે જ થાય છે. જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હ્રદય! મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે. – મુસાફિર
ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું? થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ – ઉમ્મર ખૈયામ ( અનુવાદક- “શૂન્ય” પાલનપુરી)
હરિ વસે છે હરિના જનમાં
હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈ વનમાં… ટેક ભેખ ધરીને તમે શીદ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં; કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો, પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ.. જોગ કરો ભલે જગન કરાવો, પ્રભુ નથી વ્યોમ કે હવનમાં; બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર, હરિ વસે છે હરિના જનમાં… હરિ.. મીરાંબાઈ
ઊપડ્યા લઇ પયગામ
ઊપડ્યા લઇ પયગામ, હંસલા! સરવરનીલ સલામ; ગગનવિશાળા ગામ હંસલા! સરવરનીલ સલામ અમે રહ્યાં સરવર ને સામા, સાગર ર્ યા બેફામ; તમે અતિથિ અનહદ જાતા કુરનિસ-ભર સલામ. – હંસલા! … પવન સ્હેજો ને ઘનને કહેજો વીજશિખર પર ધામ; તમે તમારા ઘોડલે બનજો બિન લગામ. – હંસલા! … ઊપડ્યા લઇ પયગામ, ગગનવિશાળા ગામ – હંસલા! … – [...]