દ્રષ્ટિ પ્યાર ની – મોહમ્મદ અલી ભૈડુ”વફા
સળવળે છે ,આળઝુ આ વસ્લે, યારની.
યારબ ઘડી, છે કઠિન ઇઁતેજારની.
જ્યારથી દર્શન થયાઁ છે હોશ કઁઈનથી,
ગઇ વધી ધડકન દિલે આ બેકરારની.
હોઁશથી પીધા કળીએ જામો અશ્રુના ,
જોઇલો ફૂલો ઉપર શબનમ સવારની .
કંટકની સાથે નિશ્ચે સાઝિશ કરી હશે,
પાનખર કરતે નહીઁ કતલો બહારની.
ફૂલ પણ આવી તમે ઊઠાવી ગયાઁ.
કેવી રૂસ્વાઇ કરી મારા મઝારની
- મોહમ્મદ અલી ભૈડુ”વફા”