Archive for December, 2008

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ

Posted on December 17th, 2008 by gujaratikavita  |  No Comments »

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ, મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ. ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો, તમે જોયું છે આ જગત માત્ર એક જ. નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર, નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ. ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ, મને આ જગાની મમત માત્ર એક જ. નથી યાદ ને [...]

આંખો રડી પડી અને રેલાય છે અવાજ

Posted on December 17th, 2008 by gujaratikavita  |  No Comments »

આંખો રડી પડી અને રેલાય છે અવાજ, છે બંધ હોઠ તો ય વહી જાય છે અવાજ. બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં, દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ ! નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે, થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ. છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં, દિલની છે વાત એટલે શરમાય [...]

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને

Posted on December 17th, 2008 by gujaratikavita  |  3 Comments »

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને, પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઊઠાવીને ! હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ? કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને ! હજી ઈશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે, બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને. ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી [...]

ભગવાન ની વેદના

Posted on December 16th, 2008 by gujaratikavita  |  3 Comments »

સદીઓ થી શેષ –શૈયા પર સુતેલો તું થાકી તો જતો હશે, તને પણ અમારી જેમ જીવવાનો કદિ અભરખો તો થતો હશે, દુ:ખો ની યે આદત પાડવાની અમારી આવડત(!) જોઇ, પીડા વિહોણી તારી જીંદગી પર તને અફસોસ તો થતો હશે. દૂધ નુ સપનુ ય જોતા ડરતા ગરીબો ને જોઈ ને, સામે બળતા ઘી ના દીવા ભેગો [...]

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું

Posted on December 10th, 2008 by gujaratikavita  |  No Comments »

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું, હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું. આખા ય એના રૂપને અંકિત નહીં કરું, કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું. આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર, એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું. પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે, તેથી હું [...]

દર્દને વાચા મળે તો બસ!

Posted on December 10th, 2008 by gujaratikavita  |  No Comments »

દર્દને વાચા મળે તો બસ! હોંઠ પર કૈં સળવળે તો બસ! હું યુગોથી કાંકરી ફેંક્યા કરું; એકદા જો ખળભળે તો બસ! કંટકો પણ ક્યાં સુધી રોયા કરે? પુષ્પ થોડું સાંભળે તો બસ! થાય ના ભીની ભલે મારી ગઝલ; શબ્દ એક જ પલળે તો બસ! હૈયામાંથી શ્વાસ જે કૈં નીકળે આવીને અટકે ગળે તો બસ! -unknown

પ્રેમ મા મીઠી વેદના મળે ઍ બહુ છે

Posted on December 10th, 2008 by gujaratikavita  |  No Comments »

પ્રેમ મા મીઠી વેદના મળે ઍ બહુ છે સ્વપ્નો ને નવી દિશા મળે ઍ બહુ છે પ્રેમ પુરો થયો ક અધૂરો રહ્યો વાત ઍ નથી પ્રેમ કરવાનો અવસર મળ્યો ઍ બહુ છે

ચૂમી છે તને

Posted on December 8th, 2008 by gujaratikavita  |  3 Comments »

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં, સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને. કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં, પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને. લોકોએ [...]

કેમ લાગે છે કે સફરમાં છું?

Posted on December 8th, 2008 by gujaratikavita  |  No Comments »

કેમ લાગે છે કે સફરમાં છું? હું તો મારા જ ખુદના ઘરમા છું. પાંદડે પાંદડે ઉદાસી છે, મારા મનથી હું પાનખરમાં છું. રાત જેવા તમામ દિવસો છે, કોણ જાણે હું કયા પ્રહરમાં છું . મારા હાથે હું તોડી રાજમહેલ, સાવ ખંડેર જેવા ઘરમાં છું. ખાર જેવાં બધાં જ પુષ્પો છે, ભરવસંતે હું પાનખરમાં છું. માર્ગ [...]

વીતેલ યાદને તાજી કરી ઘણું રોયાં

Posted on December 8th, 2008 by gujaratikavita  |  No Comments »

વીતેલ યાદને તાજી કરી ઘણું રોયાં, તમે જો નોખા થયા એ પછી ઘણું રોયાં. છુપાવી પાલવે ચહેરાને અડધી રાતોમાં, સળગતી વાટને ધીમી કરી ઘણું રોયાં. કદમ કદમ બધે યાદો તમારી આવે જ્યાં, હજાર વાર એ રસ્તે ફરી ઘણું રોયાં. સળગતી ધૂપમાં રોયા નહીં જે રસ્તામાં, પછીત છાંયડે બેઠા પછી ઘણું રોયાં. બપોર આખો ઊકળતી વરાળ [...]