Archive for November, 2008

કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે

Posted on November 11th, 2008 by gujaratikavita  |  4 Comments »

કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે, તમે કહો તો કરું વાત અંધકાર વિષે. ન કોઈ ડાળે રહસ્યોનાં પાંદડા ફૂટ્યા, કળીના હોઠ ઊઘડતા નથી બહાર વિષે. સતત થતા રહ્યા વચમાં મરણના ઉલ્લેખો, ને વાત ચાલી હતી તારા ઈંતેઝાર વિષે. બિચારો દર્દી કશું બોલતો નથી ને છતાં, તબીબો ઝઘડે છે આપસમાં સારવાર વિષે. હજીયે તાજા છે [...]

હમસફર મળે ન મળે

Posted on November 11th, 2008 by gujaratikavita  |  No Comments »

વળાવવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે – આદિલ મન્સુરી

ઈસુભાઈ ગઢવી ની સદાબહાર રચના

Posted on November 6th, 2008 by gujaratikavita  |  No Comments »

પ્રિય મિત્રો આજે ઈસુભાઈ ગઢવી ની એક સદાબહાર રચનાનો ઉલ્લેખ કર્યા વગર રહેવાતું નથી.. જો તમને ગમી હોય તો કંઠસ્થ કરી રાખશો. અહીં ભાવનગરમાં તો આ રાષ્ટ્રગીત જેટલું પ્રચલિત છેઃ ——————————————— આવો તો સાજણ ,છુંદણાનો મોર કરી રાખું જીવતરના વગડામાં આવી મળો જો તમે શબરીનાં બોર જેમ ચાખું છુંદણાનો મોર કરી રાખું આવો તો સાજણ [...]

ગાયબ છે અંદરનો માણસ

Posted on November 6th, 2008 by gujaratikavita  |  No Comments »

ગાયબ છે અંદરનો માણસ જીવે તે અવસરનો માણસ મસ્તીમાં લડખડતી સાંજે ખોવાયો જંતરનો માણસ ઘટનાઘેલો પાને-પાને ઊગ છે મંઝરનો માણસ પરપોટાના પડ ઉખાડે પીઝા ને બર્ગરનો માણસ દાપાં માંગે ડગલે-ડગલે સાલ્લો આ દફતરનો માણસ — સલીમ શેખ્(સાલસ)

ખુલ્લી કિતાબ છું

Posted on November 6th, 2008 by gujaratikavita  |  2 Comments »

હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું; ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું. એક યારની ગલી ,બીજી પરવરદિગારની; ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું. પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ; ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું. રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ; તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું. જીવ્યો છું [...]

જેવો તેવોય એક શાયર છું

Posted on November 4th, 2008 by gujaratikavita  |  No Comments »

જેવો તેવોય એક શાયર છું, દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું. શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું, યાને હું નિત્ય છું, નિરંતર છું. હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું, જે કશું છું, હું દોસ્ત, અંદર છું. સત્ય છું, શિવ છું, હું સુંદર છું, પરથી પર યાને હું પરાત્પર છું. હું હતો, છું, હજીય [...]

આમ તો નાચીજ છે આખું જગત

Posted on November 4th, 2008 by gujaratikavita  |  No Comments »

આમ તો નાચીજ છે આખું જગત, લોભવે એ ચીજ છે આખું જગત. ચૌદ આની હોય છે ઢંકાયલું, આભમાંની બીજ છે આખું જગત. છોડવું ગમતું નથી હર કોઈને, આ કયું તાવીજ છે આખું જગત ? નામ લેતાં એક જણ ગિન્નાય છે, એક જણની ખીજ છે આખું જગત. ચોતરફ કાદવ રહે છે હરઘડી, એટલે સરસિજ છે આખું [...]

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં

Posted on November 4th, 2008 by gujaratikavita  |  No Comments »

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું ને એ કહે છે મને શબ્દો મળ્યા [...]

ટોચ માટે પ્રયાસ લાગે છે

Posted on November 4th, 2008 by gujaratikavita  |  2 Comments »

ટોચ માટે પ્રયાસ લાગે છે. ખીણમાં પણ ઉજાસ લાગે છે આભ આખું ઉદાસ લાગે છે. દોસ્ત આજે અમાસ લાગે છે. પર્ણ તાળી પવનને આપે છે. ઝાડ પર જાણે રાસ લાગે છે. પ્હાડ ઝરણાંને ખોઈ બેઠો છે, એને ખળખળનો ભાસ લાગે છે. પાનખરમાં વસંત જેવું કેમ? કયાંક તું આસપાસ લાગે છે. સ્નેહ ઓછો નથી કોઈનો પણ, [...]

શેરો

Posted on November 2nd, 2008 by gujaratikavita  |  2 Comments »

નીડની ભીડથી તૂટી ડાળી, કૈંક અફવા આમેય સૂણી છે. …નાદાન તોય રહ્યું આ જીવતર કોરું, વરસી વરસી વાદળ ખૂટમાં. ….દિલેર બાબુ ઠીક ક્યાં છે આ આંખની મોસમ, એક ધારો પ્રપાત થઇ ગઇ છે. …. અનિલ પંથ પ્રપંચ પ્રતિભાવોથી પર, પ્રેમ રસનો તલબગાર છે તાજ. … વિજય આશર નરક સ્વર્ગ જેવી જગા પણ હશે, સજા પણ [...]