Archive for November, 2008

આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ…

Posted on November 18th, 2008 by gujaratikavita  |  No Comments »

આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ… બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઇ જિંદગી! હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં, ફક્ત શ્વાસોચ્છ્સ્વાસની અટકળ બની ગઇ જિંદગી! સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું, હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઇ જિંદગી! વિશ્વમાં કો સાવકું સરનામું લઇ આવી ચડ્યો, કાળની અબજો અજીઠી પળ, બની ગઇ જિંદગી! ફૂલને [...]

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

Posted on November 16th, 2008 by gujaratikavita  |  2 Comments »

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ વેબસાઇટ ઉપર મળે છે સનમ ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ મૅમરીમાં ય હું સચવાયો નહીં તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ ડૉટ થઈને તું ઝળહળે છે સનમ આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર સ્પર્શની કી જ ક્યાં [...]

તમારાં અહીં આજ પગલાં થવાનાં

Posted on November 16th, 2008 by gujaratikavita  |  No Comments »

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે. શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને, ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થૈ ગઈ છે. બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો [...]

પ્રાર્થના

Posted on November 12th, 2008 by gujaratikavita  |  No Comments »

હે પ્રભો ! વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે મને સાંત્વના ન આપો તો ભલે, પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો. મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ, પણ મારું બળ [...]

ખીલું ખીલું કરતાં માસૂમ ગુલ સૂમ શિક્ષક ને સોંપાણા

Posted on November 12th, 2008 by gujaratikavita  |  No Comments »

કારાગાર સમી શાળા ના કાઠ ઉપર ખડકાણાં ! વસંત વર્ષા ગ્રીષ્મ શરદ નાં ભેદ બધાય ભૂલાણાં ; જીવનમોદ તણા લઘુતમ માં પ્રગતિપદ છેદાણાં! હર્ષઝરણ લાખો હૈયાનાં ઝબક્યાં ત્યાં જ ઝલાણાં; લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યા જ સૂકાણાં ! તે દિન આંસુભીના રે , હરિ ના લોચનિયાં મે દીઠા ! – કરસનદાસ માણેક

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો

Posted on November 12th, 2008 by gujaratikavita  |  No Comments »

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો. દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને ‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન [...]

લખી દે !!

Posted on November 12th, 2008 by gujaratikavita  |  No Comments »

ધીરી સી આંચે તો ન પરખાશે કાંચન પથ પર અગન આજીવન તું લખી દે !! શું કરું સનાતન ઘૂઘવાટ સાગર સમો ? વહેવું, અથડાવું છ્તાં ખળખળ હસવું લખી દે !! ગલહાર થઇ ચળકવું ન પોસાષે વર્ષો તવ ચરણે મહેકવું દિવસભર નું લખી દે !! શું થયું જો ઉર્ધ્વગમન નિત દીપશીખા નું ન હો, પતન તો [...]

બસ … ક્યારેક રડી લવ છું …

Posted on November 11th, 2008 by gujaratikavita  |  No Comments »

દૂર થી પણ યાદ … ક્રરી લવ છું … શ્વાસ ને પણ લેતો … ક્યારેક ભૂલી જવ છું … બસ … ક્યારેક રડી લવ છું … રુઠી કેમ જાઓ છો ? … માફ કેમ નથી કરતા ? … ના બનો આમ કઠોર … હવે તો માફી ને પણ દયા આવે છે … બસ … ક્યારેક [...]

કરું ફરિયાદ કોને હું?

Posted on November 11th, 2008 by gujaratikavita  |  No Comments »

કરું જ્યાં સ્નેહ સરવાળા, થતી ત્યાં બાદબાકી (એ) શું?– કરું ફરિયાદ નજરથી જ્યાં નજર મળતી, ઢળે ત્યાં પાંપણો એ શું?–કરું ફરિયાદ. જઉં હું ચૂમવા ફુલને, ખરે ત્યાં પાંખડી એ શું ?– કરું ફરિયાદ ડુબાડે નાવ જ્યાં નાવિક, ભુલાવે પથ પથિક એ શું?– કરું ફરિયાદ ચખાડી પ્રેમ રસ કોઇ, કરી પાગલ જતું એ શું? – કરું [...]

હાથને ચીરો તો ગંગા નીકળે

Posted on November 11th, 2008 by gujaratikavita  |  No Comments »

હાથને ચીરો તો ગંગા નીકળે છેવટે એ વાત અફવા નીકળે. બોમ્બની માફક પડે કાયમ સવાર એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે. કોઇ સપનું છીછરું વાગ્યું હતું ને જનોઇવઢ સબાકા નીકળે. સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે. એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે? મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે. દાબડીમાં એક માણસ બંધ હોય ઢાંકણું [...]