હું તો માનું છું કે હું છું શાયર

હું તો માનું છું કે હું છું શાયર
કિન્તુ ડાર્લિંગ કહે છે : લાયર

સ્હેજ અડતાં જ શૉક લાગે છે
લાગણી હોય છે લાઈવવાયર

અર્થનો રોડ છે ખાબડખૂબડ
ને વળી ફ્લૅટ શબ્દનું ટાયર

દૂર સહેજે નહિ તો દાઝી જઈશ
ધૅટ ગર્લ ઈઝ સ્પિટિંગ ફાયર

ફાસ્ટ ફૂડ જેવી ગઝલ વેચું છું
કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?

- અદમ ટંકારવી

This entry was posted on Friday, November 28th, 2008 at 4:44 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “હું તો માનું છું કે હું છું શાયર”

  1. Chinmay Joshi Says:

    અમે છીયે ને બાયર..તમે બસ આવી જ જોરદાર શોર્ટ અને ઇફેક્ટીવ રચનાઓ લખતા રહેજો..

Leave a Reply