ખુલ્લી કિતાબ છું
હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.
એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.
પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.
રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.
જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
લાખો રિયાસતો નો બસ એક જ નવાબ
- ડો.ફિરદૌસ દેખૈયા
November 14th, 2008 at 9:28 am
gazal ni biji pankti kharekhar dil ne touch kari gai
January 19th, 2011 at 1:12 pm
ધબકાર’ કાવ્ય ગોષ્ઠી તથા ‘નાઝિરોત્સવ
ધબકાર-મુંબઈ’ દ્વારા આયોજીત ૨૩ મી કાવ્ય ગોષ્ઠી તથા ગઝલકાર શ્રી નાઝિર દેખૈયાની ૧મી ફેબ્રુઆરી ની જન્મ તિથીની યાદમાં ‘નાઝિરોત્સવ’નું આયોજન દિનાંક ૨૦.૨.૨૦૧૧ રવિવારના સાંજે ૪.૩૦ કલાકે, ગ્રાંટ્રરોડ મધ્યે ચેતન ફ્રેમવાલા, ૧૧ સી અભિલાષા, ૪૬
ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, ગોવાલિયા ટેન્ક ગ્રાન્ટ રોડ વેસ્ટ, મુંબઈ ૪૦૦૦૩૬ થયું છે. આ ગોષ્ઠીમાં આપ સાદર આમંત્રીત છો. સંપર્ક ચેતન ફ્ર્તેમવાલા ૯૩૨૦૦૩૩૭૨૨.