Archive for October, 2008

શબ્દના રસ્તે મને મળતી રહે

Posted on October 20th, 2008 by gujaratikavita  |  1 Comment »

શબ્દના રસ્તે મને મળતી રહે, સ્વપ્નની અડફેટમાં ચડતી રહે. હું અહલ્યામાંથી શીલા થઈ જઈશ, એક નજર તો આ તરફ કરતી રહે. તું પ્રણયની હો પરી, શમણું હતું, આદમીને પણ કદી અડતી રહે. છું સમયની છીપમાં મોતી સમો, સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે. હું સમયની પાર વિસ્તરતો રહું, તું અનાગત થઈ મને મળતી રહે. લોક [...]

તાજમહાલ – શેખાદમ આબુવાલા

Posted on October 17th, 2008 by gujaratikavita  |  3 Comments »

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે – શેખાદમ આબુવાલા

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી

Posted on October 17th, 2008 by gujaratikavita  |  No Comments »

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો ! પંખી સહિત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે, આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે. માળામાં ગોઠવેલી સળી હું નથી મને વીજળીની બીક ના બતાવો ! એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય કોઈ રાતી કીડીનોય ભાર ! એક પછી એક [...]

હાથ આવ્યું હતુ હરણ છૂટ્યું

Posted on October 15th, 2008 by gujaratikavita  |  No Comments »

હાથ આવ્યું હતુ હરણ છૂટ્યું, હાય! મારું એ બાળપણ છૂટ્યું! એમનું પણ હવે શરણ છૂટ્યું, જિન્દગી છૂટી કે મરણ છૂટ્યું! પગથી છૂટી જવાની પગદંડી, એમનું જો કદી રટણ છૂટ્યું! મદભરી આંખ એમની જોતાં, છૂટી ન વાણી ન વ્યાકરણ છૂટ્યું! કોઈની આશને ઘરણ લાગ્યું, કોઈની આશનું ઘરણ છુટ્યું! પણ હતું – એમનાથી નહીં બોલું, મોતની બાદ [...]

કહી દો આ સૌ પારેવાંને

Posted on October 15th, 2008 by gujaratikavita  |  No Comments »

કહી દો આ સૌ પારેવાંને, હવે ચણ નથી નાખવાનો. કુણી લાગણીઓની અંદર ટપકતાં આંસુ નથી લુછવાનો. કાચીંડા સમ આ જીવનમાં, હવે રંગબાજી નથી કરવાનો ને સંવેદનાની બુઠઠી કીનારને હવે ધારદાર નથી ઘસવાનો. તોરણો ભલે બંધાયા માંડવે યાદોને વીદાય નથી આપવાનો. ને પીંડ ભલે બંધાય ગઝલનો શબ્દોને રમત નથી રમાડવાનો. – unknown

લાશ મારી પરંતુ તરાવી દીધી

Posted on October 15th, 2008 by gujaratikavita  |  4 Comments »

થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી, એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે, એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી. બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી [...]

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો

Posted on October 15th, 2008 by gujaratikavita  |  No Comments »

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો; ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો. ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને, કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો. ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર, કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો. તમે આવ્યાં હતાં [...]

શેરો – શાયરી

Posted on October 13th, 2008 by gujaratikavita  |  20 Comments »

થોડીક શીકાયત કરવી’તી, થોડાક ખુલાસા કરવા’તા, એ મોત જરા રોકાઈ જતે, મારે પણ બે ચાર કામ હતા, જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા…. ——————————— કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે. આંખોને ગમે તે રીત પણ તકલીફ આપે છે. હમેંશા હારથી નથી હારી જતો માણસ, [...]

ના તને ખબર પડી, ના મને ખબર પડી

Posted on October 13th, 2008 by gujaratikavita  |  No Comments »

ના તને ખબર પડી, ના મને ખબર પડી, કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી. કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી. બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા આ પ્રેમ એટલે કે એને જોડતી કડી શરમાઇ જતી તો’યે મને જાણ’તો થતી, મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી. હૈયુના રહ્યું હાથ [...]

લ્યો અમે તો આ ચાલ્યા

Posted on October 13th, 2008 by gujaratikavita  |  No Comments »

શબ્દ કેરી પ્યાલીમા સુરની સુરા પીને મસ્ત બેખયાલી મા લાગણી આલાપીને લ્યો અમે તો આ ચાલ્યા જે ગમ્યુ તે ગાયુ છે જે પીધુ તે પાયુ છે મહેકતી હવાઓમા કૈન્ક તો સમાયુ છે ચાન્દની ને હળવેથી નામ એક આપીને લ્યો અમે તો આ ચાલ્યા જે કૈ જીવાયુ ને જીવવા જે ધાર્યુ તુ સાચવી ને રાખ્યુ તુ [...]