હકથી વધારે લેશ અમારે ન જોઈએ

હકથી વધારે લેશ અમારે ન જોઈએ,
હક થાય છે તે આપો, વધારે ન જોઈએ.

મઝધારમાં થયું તે થયું વાત વહી ગઈ,
તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ.

હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.

સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.

‘આઝાદ’ જિંદગીની મજા ઔર છે એ દોસ્ત,
આ જિંદગી પરાયે સહારે ન જોઈએ.

-કુતુબ આઝાદ

This entry was posted on Friday, October 24th, 2008 at 2:24 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

One Response to “હકથી વધારે લેશ અમારે ન જોઈએ”

  1. Prerak V Shah Says:

    ખુદાની મને મહેરબાની ઘણી છે, બધાની મહોબ્બત અને લાગણી છે,
    ધરા ધ્રુજશે તોયે ડગશે નહી, એવી મહોબ્બતની ઉંચી ઇમારત ચણી છે,
    અમસ્તી નથી નામના છે અમારી, અમે જે વાવણી કરી તે લણી છે,
    ભલે લાગણીથી પેશ આવ્યા અમે પણ, અમે લાગણી લોહી સાથે વણી છે,
    ઘણા જિંદગી સો વર્ષની ગણે છે, અમે જિંદગી એક ક્ષણની ગણી છે,
    મને આઝાદ મિત્રો એવા મળ્યા છે, જે મિત્રો નહી પણ “પારસમણી” છે.

Leave a Reply