લાશ મારી પરંતુ તરાવી દીધી
થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.
બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી ડીધી.
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.
દિલ જવા તો દીધું કોઈન હાથમાં,દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હટી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.
જીવતાં જે ભરોસો હતો ઈશ પર,એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.
- બેફામ
January 19th, 2009 at 10:09 am
One of the best ghazal i have ever heard in gujarati, i.e also in manhar udhas voice.
thanks for giving such type of ghazals.
October 13th, 2009 at 5:02 pm
mind blowing gazal..
befam is alwez rocking
October 16th, 2009 at 3:10 pm
Gujaratna Galib ne PRANAM
December 27th, 2009 at 11:05 pm
આ બધા બેફામ જીવ રડે છે મોત પર, એ બધા એ આખી જીંદગી રડાવ્યો છે મને….
મરી જવાનો વિચાર આવે એવી ગઝલ, just amazing….મનહર ઉદાસ ના સ્વર મા આ ગઝલ ને સાંભળવા નો લ્હાવો કંઈક અલગ જ છે. i’m posting youtube link of this Gazal
http://www.youtube.com/watch?v=KVNqR8O5_lI