શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…

શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…

તમને જરૂર છે ટેકાની ભાઇ મારા
અમને જરૂર છે કેશની (રોકડા ની) !
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા
આ વર્ષોની વાર્તાયું મેલો
સાત પેઢી નિરાંતે બેસીને ખાય
બસ એટલો જ ભરવો છે થેલો
દો’વા દે ત્યાં લગી જ
આરતીયું ઊતરે છે
કાળી ડિબાંગ આ ભેંશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે
હવે ચોકમાં દાણા તો નાખો
ગમ્મે તે કામ કરો
અમને ક્યાં વાંધો છે ?
પણ આપણા પચાસ ટકા રાખો
ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર
આપી દ્યો એજન્સી ગેસની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ
વાગે છે નીત નવાં ઢોલ
જેને જે સોંપાશે એવો ને એવો
અહીં અદ્દલ ભજવશે ઇ રોલ
નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને –
ભલે આપણે ત્યાં ભજવાતા વેશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

- શ્રી કૃષ્ણ દવે

This entry was posted on Thursday, October 9th, 2008 at 7:22 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…”

  1. સુરેશ Says:

    મારા અત્યંત પ્રીય કવી.
    એમની કવીતામાં આપણી અંદર જ ઘુઘવાટા મારતા આફ્રોશને વાચા મળે છે.
    એમની જીવનઝાંખી વાંચો -
    http://sureshbjani.wordpress.com/2008/09/03/krushna-dave/

  2. Prashant Kukadiya Says:

    Bahu saras kavita lakhi 6.ekdam sundar.

Leave a Reply