Archive for October, 2008

સાલમુબારક..

Posted on October 28th, 2008 by gujaratikavita  |  1 Comment »

દિવાળી અને નૂતન વર્ષના હાર્દિક અભિનંદન

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા

Posted on October 24th, 2008 by gujaratikavita  |  2 Comments »

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા, સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા. નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતા, કે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા. મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા, મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા. વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ – ફરી ફરી અહીં માનવ જીવન [...]

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે

Posted on October 24th, 2008 by gujaratikavita  |  5 Comments »

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે, ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે. તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા, તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે. ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું, હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે. મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં, ભલે તોફાન [...]

તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ?

Posted on October 24th, 2008 by gujaratikavita  |  1 Comment »

તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ? હવે આકાશની તમને પડી લાગે છે તંગી, કેમ ? તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ? અચાનક મારી સામે આમ આ બપોરને વખતે, ક્ષિતિજના સૂર્ય જેવું તે હશે છે રક્તરંગી કેમ ? બની’તી જે હકીકત, વારતારૂપે તો ગમતી’તી, હવે મારી કથારૂપે એ [...]

હકથી વધારે લેશ અમારે ન જોઈએ

Posted on October 24th, 2008 by gujaratikavita  |  1 Comment »

હકથી વધારે લેશ અમારે ન જોઈએ, હક થાય છે તે આપો, વધારે ન જોઈએ. મઝધારમાં થયું તે થયું વાત વહી ગઈ, તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ. હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે, અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ. સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે, નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ. ‘આઝાદ’ જિંદગીની [...]

યુદ્ધ શાકભાજી નુ

Posted on October 20th, 2008 by gujaratikavita  |  6 Comments »

[youtube=http://www.youtube.com/watch?v=cv2DQXZ-Xms]

જીંદગી જીવી જાનો

Posted on October 20th, 2008 by gujaratikavita  |  12 Comments »

પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું

Posted on October 20th, 2008 by gujaratikavita  |  No Comments »

પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું, દેહની આ દીવીમાં આમ જાત બાળું છું. વ્યર્થ બધું ભુલાતું એ જ બળ બની જાતું, ચોતરફ ભટકતું મન ભીતરે જ્યાં વાળું છું. કોઈ વહે છે ખળખળ વીંટળાઈને હરપળ, લોક એમ માને છે પાંપણો પલાળું છું. શ્વાસ જે હતો ભીતર શબ્દ થઈ ગયો બાહર, એક નરી ઝંઝાને લો ગઝલમાં ઢાળું [...]

દીવાલો

Posted on October 20th, 2008 by gujaratikavita  |  No Comments »

અમારા રાહમા કાંટા બની ભોંકાય દીવાલો. ઉભય મતભેદની આખરબની અંતરાય દીવાલો. પડી ગઇ સ્નેહ ધારાની ઘણીયે ખોટ પાયામા, ખરે તેથીજ કઁઇ હૈયા તણી તરડાય દીવાલો. નિરવતા શૂન્ય ભરખે જ્યારે ઘર તણો કલરવ, મને એ મૌનનુ મૂખ ચીરતી સંભળાય દીવાલો. કદી શબનમ બની વરસી અમારી દિલ કળી ઉપર, તમારે સ્નેહ ઝરણે ગમ તણી ધોવાય દીવાલો. રહે [...]

હું મારી હયાતી નિભાવ્યા કરું છું

Posted on October 20th, 2008 by gujaratikavita  |  1 Comment »

હું મારી હયાતી નિભાવ્યા કરું છું સમયની દિવાલે ચણાયા કરું છું ઘણા માર્ગ છે પણ જવું કંઈ દિશાએ? મથામણમાં પાસેનું ખોયા કરું છું હકીકત હથેળીથી સરકી રહી છે ધુમાડાને મુઠ્ઠીમાં પકડ્યા કરું છું વીતેલી પળોને ફરી માણવાને વસંતોને નાહક વગોવ્યા કરું છું બરફના પહાડો સમી જિંદગીમાં સ્વયં ઓગળું છું ને ચાલ્યા કરું છું ભર્યુંભાદર્યું ઘર [...]