Archive for September, 2008

મને પ્રેમ થયો છે

Posted on September 19th, 2008 by gujaratikavita  |  No Comments »

ગઈકાલે, મારી ખૂબ મહેનતથી લખેલી બધી છંદોબદ્ધ પ્રેમ-કવિતાઓ, અઘરા શબ્દોની ચિતા સળગાવીને સતી થઈ ગઈ છે. બીજું કાંઈ થયું નથી, મને પ્રેમ થયો છે. – અખિલ શાહ

પ્રેમ કાજે, પ્રેમ દ્વારા, પ્રેમ કેરા ટાંકણે

Posted on September 17th, 2008 by gujaratikavita  |  2 Comments »

પ્રેમ  કાજે,   પ્રેમ  દ્વારા,   પ્રેમ  કેરા  ટાંકણે, સર્જકે  મુજ  શિલ્પ  કંડાર્યું  જીવનના આંગણે; દિલને ઘડતાં રજ ખરી એનાથી જે કૂંચી બની, કામ   લાગી   જ્ઞાનના   ભંડાર   કેરા  બારણે. – શૂન્ય પાલનપુરી

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના

Posted on September 17th, 2008 by gujaratikavita  |  1 Comment »

દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના, ઊંઘી શકાય ના અને જાગી શકાય ના. એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને, ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના. આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું, હું પાપ પણ કરું અને ભાગી શકાય ના. એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે, એને મળું અને [...]

આખરે અટકી જવાના આપણે

Posted on September 15th, 2008 by gujaratikavita  |  No Comments »

રંગમાંથી અર્થ શોધી, આખરે અટકી જવાના આપણે એક,બે, ત્રણ દશ્ય ચોરી, આખરે અટકી જવાના આપણે દોડતી ઘટના હૃદયમાં સાચવીને રાખવી સ્હેલી નથી, બંધ મુઠ્ઠી સ્હેજ ખોલી, આખરે અટકી જવાના આપણે. આમ તો બેઠા જ છીએ શ્વાસ રોકી, મૌન રાખી તોય પણ, એક મૂંગું ચિત્ર દોરી, આખરે અટકી જવાના આપણે. ક્યાં રહ્યું સાહસ કે ડૂબીને, તરીને [...]

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે

Posted on September 15th, 2008 by gujaratikavita  |  1 Comment »

ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે, શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે. આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે, સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે. સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ, આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે. અઢળક તારાઓ મ્હારામાં ઝબકી ઊઠ્યા, કોણ દિવસભર ઝળહળ થઈને ચાલ્યું આઘે ? કેટકેટલું મથે ? [...]

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું

Posted on September 11th, 2008 by gujaratikavita  |  No Comments »

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું, તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું. ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને હું પાનખર નથી-હું વીતેલી વસંત છું. હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું. બન્ને દશામાં શોભું છું – ઝુલ્ફોની જેમ હું વીખરાયેલો કદી છું, કદી તંતોતંત [...]

અહિંયા ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે

Posted on September 11th, 2008 by gujaratikavita  |  No Comments »

અહિંયા ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે એકાદ પીંછુ યાદનું ત્યાં પણ ખર્યું હશે – આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો સપનાને પાછું કોઈકે સામે ધર્યું હશે – બાજી અધૂરી છોડવાનું એક કારણ કહું? જાણીબૂઝીને એમણે એવું કર્યું હશે – અટકી ગયેલી વાત ના આગળ વધી શકી. મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે? [...]

મારામાં

Posted on September 11th, 2008 by gujaratikavita  |  No Comments »

ક્યાં છે હોશો હવાસ મારામાં, હું જ કરતો વિનાશ મારામાં. સાવ ખંડેરસમ બધું લાગ્યું, મેં કરી જ્યાં તપાસ મારામાં. આ અરિસો ય રોજ પૂછે છે, કોણ બેઠું ઉદાસ મારામાં. કેમ દફનાવવી વિચારું છું, હોય મારી જ લાશ મારામાં. કોઈ ‘બેદિલ’ મને બતાવે ના, શું થયું છે ખલાસ મારામાં. – અશોક ચાવડા ‘બેદિલ’

જે વહે છે એ બધું લોહી હશે

Posted on September 9th, 2008 by gujaratikavita  |  No Comments »

એટલે તો વેલ પણ મોહી હશે વાડ કાંટાથી પછી સોહી હશે આ બધું નસમાં નદીમાં નાવમાં જે વહે છે એ બધું લોહી હશે. – નીતિન વડગામા

કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ?

Posted on September 9th, 2008 by gujaratikavita  |  No Comments »

કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ? ચહેરાઓ આ બધાએ વિલાં થતા જશે ? આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રોસ’ થઈ પછી માણસના નખ વધીને ખીલા થતા જશે ? – વિનોદ ગાંધી