Archive for September, 2008

મુજ ઉર એવું ઉદાસ!

Posted on September 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

નહીં અશ્રુ, નહીં હાસ મુજ ઉર એવું ઉદાસ! નહીં ત્રુપ્તિ, નહીં પ્યાસ, મુજ ઉર એવું ઉદાસ! -નીરંજન ભગત

લો, ફરી દિલમાં બેકરારી છે

Posted on September 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

લો, ફરી દિલમાં બેકરારી છે; ચોટ ખાવાની ઈંતજારી છે. કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્, ઋત વસંતોની આવનારી છે. એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદો એ જ આંખેથી રક્ત ઝારી છે. મરવું પાછું એ બેવફા ઉપર એ જ શાપિત દશા અમારી છે. આંખ ઝંખે છે એ જ બદનામી, લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે. થઈ ગયું ચારેકોર [...]

શેર – સુંદરમ્

Posted on September 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

ઉચ્છવાસે  નિઃશ્વાસે  મારી  એક  જ  રટણા  હો,  તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો. -સુંદરમ્

નડ્યા કરે

Posted on September 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે, જન્મો જનમનું કોઈ વળગણ નડ્યા કરે. હું મધ્યબિંદુની જેમ નથી સ્થિર થઈ શકી, ત્રિજ્યા અને પરિઘની સમજણ નડ્યા કરે. એને વળાવી દ્વાર અમે બંધ તો કર્યા, એના જતા રહ્યાનું કારણ નડ્યા કરે. બુદ્ધ થઈ જવા મેં કોશિશ ઘણી કરી, આ રક્તમાં થીજેલું સગપણ નડ્યા કરે. આપણે ત્વચાથી [...]

હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?

Posted on September 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા? એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા? ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા? દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા [...]

ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી

Posted on September 22nd, 2008 by gujaratikavita  |  No Comments »

ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી, જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી. – પ્રિયકાંત મણિયાર

મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે

Posted on September 22nd, 2008 by gujaratikavita  |  1 Comment »

જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે, પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે; જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’, મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે. – મરીઝ

હોશમાં હું તો હતો ને રાત પીધેલી હતી

Posted on September 22nd, 2008 by gujaratikavita  |  1 Comment »

હોશમાં હું તો હતો ને રાત પીધેલી હતી મેં જ એને બસ દિવસના ઘરભણી ઠેલી હતી નિત સ્મશાનોમાં નિહાળ્યું એકસરખું દૃશ્ય મેં આગ તો છુટ્ટી હતી ને લાશ બાંધેલી હતી છત હતી આતુર ઢળવા મીણની કાયા ઉપર પણ દિવાલોની મુરાદો કેટલી મેલી હતી – હરકિસન જોષી

અતિશય બધુંયે સહજ થઇ ગયું છે

Posted on September 22nd, 2008 by gujaratikavita  |  No Comments »

અતિશય બધુંયે સહજ થઇ ગયું છે; એ બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે. ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે, બધું કોઇ મૂગી તરજ થઇ ગયું છે. હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ; ઘણું કામ એવું, ફરજ થઇ ગયું છે. છે દેવાના ડુંગરશાં તોંતેર વર્ષો, કે અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે. ‘અનિલ’, વિસ્તર્યું મૌન તડકારૂપે, [...]

મુક્તકો

Posted on September 19th, 2008 by gujaratikavita  |  2 Comments »

પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી છતાં મારા જીવનનું આજ ‘આસિમ’ વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ? – આસિમ રાંદેરી હજી આંખમાં જાણે ફરકે છે કોઇ હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’ હજી પણ રગેરગમાં સરકે છે કોઇ નિહાળી નેત્ર કોઇના એ [...]