શેર અને મુક્તક
હું તને કાગળ લખું છું, Mail તો કરતો નથી બસ એટલા માટે,
લાગણી Attach કરવાનો નથી option કોઈ બસ એટલા માટે.
શબ્દ જેવી સરળતાથી હાથતાળી દઈ ગયો,
દોસ્ત એવી સહજતાથી હાથતાળી દઈ ગયો.
એક કિસ્સો સાચવી રાખ્યો હતો વર્ષો સુધી,
ટોચ ઉપર એ સફળતાથી હાથતાળી દઈ ગયો.
તેં મને જે પણ લખ્યા’તા એ બધા કાગળના સમ,
મેં તને ના મોકલ્યા જે એ બધા વાદળના સમ.
રાતભર જાગ્યા કરી’તી એ પથારી જેમ-તેમ
એક પણ જે ના પડ્યાને એ બધાએ સળના સમ
- ગુંજન ગાંધી
September 7th, 2008 at 11:49 am
જીવન મા જે નવો રસ્તો તમે બનાવ્યો છે તેના પર જૉ બીજા ચાલવા માટે નીકડે તો તમારા
પગ નીચે આવેલા પથ્થર તેમને લાગવા ન જોઈયે….
September 7th, 2008 at 11:50 am
દરેક શરુઆત નો એક અંત છે ,
દરેક અંત પછી ઇશ્વર નવી શરુઆત માટે એક અંશ ઉત્પન કરૅ છે…
July 11th, 2009 at 3:37 pm
bahu sarasa