હું નથી ઇશ્વર, નવું સર્જન કરું

હું નથી ઇશ્વર, નવું સર્જન કરું
માનવી છું, શેં પરિવર્તન કરું !

શક્યતાઓ પણ બને છે પહાડ જ્યાં,
હું નથી શ્રી કૃષ્ણ કે ગોવર્ધન વહું !

ચીર પાંચાળીનાં ના પૂરી શકું,
લોક્ની નજરે તો હું દુર્યોધન ઠરું !

કામ ના લાગ્યો નર્યો પુરુષાર્થ ત્યાં,
લેશ ના પ્રારબ્ધનું દર્શન થયું !

ના થયો ઠરી ઠામ હું કોઇ જ’ગા
ધ્યેય વિના હું સતત ભ્રમણ કરું !

જીદગીથી દૂર ભાગ્યો છું ‘રવિ’,
મ્રુત્યુની સામે હું આકર્ષણ બનું !

-  રવિ ઉપાધ્યાય

This entry was posted on Tuesday, September 2nd, 2008 at 4:54 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “હું નથી ઇશ્વર, નવું સર્જન કરું”

  1. dilip mehta Says:

    dear ravi bhai pl. chhando no abhyas karo to j gazal rachay , baki jodakana lage. prayatn saro6 kalpan pan sara6 bas, have matra jaru r 6 chhand na knowledge ni, best luck

  2. Abhijeet Pandya Says:

    ગઝલમાં ઘણી જગ્યાએ છંદ દોષ જણાય છે. સુધારો કરવા વિનંતિ.

Leave a Reply