Archive for September, 2008

બસ એટલું કે….

Posted on September 30th, 2008 by gujaratikavita  |  No Comments »

બસ એટલું કે એના ઉપર મારો હક નથી, એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી. કેવું મૂગું દરદ છે આ પહેલા મિલાપનું ! ધડકી રહ્યું છે દિલ અને દિલ બેધડક નથી માપી લીધી છે મેં આ ગગન વિશાળતા, તારી છબી છું ચીતરું એવું ફલક નથી. શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી, મારા જીવનમાં કોઈ [...]

અહીંયા જ મારા પ્રણયની કબર છે

Posted on September 30th, 2008 by gujaratikavita  |  2 Comments »

અહીંયા જ મારા પ્રણયની કબર છે ખરું કહો તમે, આ તમારું જ ઘર છે? તમે બેકદર થઈ ગયાં તો હું સમજ્યો એ મારા સમા માટે સાચી કદર છે હ્રદય મારું માટીનું કૂંડું થયું છે ફૂલો જેમ એમાં કોઈની નજર છે સુરાલય પછીથી હું શું કામ શોધું? તમે પીધો એની મને પણ અસર છે મને મારું [...]

અનુભવ થઇ ગયો એવો મને એકવાર પીછાનો

Posted on September 30th, 2008 by gujaratikavita  |  2 Comments »

અનુભવ થઇ ગયો એવો મને એકવાર પીછાનો, પહાડોથી વધુ લાગી રહ્યો તો ભાર પીછાનો. જગા એક્વેત પણ જોકે નથી આગણા માં રોકી પણ, ગગન સમજે છે, શું હોઇ શકે વીસ્તાર ભાર પી ંછાનો. પળેપળ નીડમાં અકળાતી એકલતા પુછી રહી છે, અહીં ક્યારે ફફડશે મખમલી આકાર પીછાનો. – Unknown

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર

Posted on September 29th, 2008 by gujaratikavita  |  No Comments »

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે. ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે. અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા, સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે. તે વેળા માન તારી મહત્તા બધી ગઈ, જ્યારે તને કશું [...]

કેમ ભૂલી ગયા? દટાયો છું

Posted on September 29th, 2008 by gujaratikavita  |  No Comments »

કેમ ભૂલી ગયા? દટાયો છું, આ ઈમારતનો હુંય પાયો છું. હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું, અડધોપડધો જ ઓળખાયો છું. વિસ્તર્યા વિણ બધેય છાયો છું! હું અજબ રીતથી ઘવાયો છું! આમ તો એક બિન્દુ છું કિન્તુ, સપ્તસિન્ધુથી સંકળાયો છું! સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો, ચન્દ્રની જેમ ચોડવાયો છું. વઢ નથી વિપ્ર, આ જનોઈનો, આમ હું [...]

સાયબર સફરે

Posted on September 29th, 2008 by gujaratikavita  |  No Comments »

સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.   વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી વેબ પેજે અવરોધે  અહંકારી  ફાયરવૉલ  આકરી.   “યુ હૅવ [...]

બંધ પરબીડીયામાં મરણ મળે તમને

Posted on September 25th, 2008 by gujaratikavita  |  No Comments »

બંધ પરબીડીયામાં મરણ મળે તમને બચી શકાય તો બચવાની પળ મળે તમને ખજૂરી જેવડો છાંયો મળે અ સિક્કાની બીજીય બાજુ છે કે રણ મળે તમને તમારા કંઠમા પહેલાં તો એક છિદ્ર પછી તરસ ને પછી હરણ મળે તમને ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો અને સમગ્ર શહેરનાં લોકો અભણ મળે તમને -રમેશ પારેખ

હાથને ચીરો તો ગંગા નીકળે

Posted on September 25th, 2008 by gujaratikavita  |  No Comments »

હાથને ચીરો તો ગંગા નીકળે છેવટે એ વાત અફવા નીકળે સ્તબ્ધ આંખોમાં કરો ખુલ્લી તપાસ, ભોંયરાઓ એમાંથી ક્યાં ક્યાં નીકળે એ શું ક્બ્રસ્તાનનું કાવતરું છે મુઠઠીઓ ખોલો તો મડદા નીકળે દાબડીમાં એક માણસ બંધ હોય ઢાંકણું ખોલો તો લાવા નીકળે ર નીરંતર મેશમાં સબડે સતત સુર્ય નીકળે તો કાળા નીકળે -રમેશ પારેખ

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ

Posted on September 25th, 2008 by gujaratikavita  |  3 Comments »

નાની અમસ્તી વાતમાં  અપસૅટ થઈ ગઈ હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ   અરવિંદને  ઈંગ્લૅન્ડનો  વીઝા  મળી  ગયો ખાદીની  એક  ટોપી  પછી  હૅટ  થઈ ગઈ કૂતરો  આ  ફૂલફટાક તે  ડૉગી બની ગયો   બિલ્લી  બનીઠની  ને  હવે  કૅટ  થઈ ગઈ ગુજરાતમાં હતી  આ  ગઝલ ગોળપાપડી ઈંગ્લૅન્ડમાં આવી અને  ચૉકલેટ થઈ ગઈ  હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી [...]

ક્યાં મળે?

Posted on September 25th, 2008 by gujaratikavita  |  No Comments »

આટલા મોહક અને મોતી ભરેલાં ક્યાં મળે ? ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે? ઉંબરા પર પગ નથી મૂક્યો ને બસ આવો કહે આ નગરમાં માણસો એવા વસેલા ક્યાં મળે? ધારણા સાચી પડી આજે તમારૂં આગમન ! બારણામાં તોરણો લીલા બનેલા ક્યાં મળે? આ અતિથિનાં ભલા સન્માન આદર તો જુઓ ભર વસંતે અવનવા [...]