Archive for August, 2008

વતન

Posted on August 12th, 2008 by gujaratikavita  |  No Comments »

દૂર દેશ વસ્યું ધબકતું એક ગામ યાદ આવે છે વાળુ ટાણે જાણે માનો મીઠો સાદ આવે છે ‘ચોરતા હતા બચપણમાં કાચી કેરીઓ હવે ક્યાં ખોવાયા છો?’ ક્યારેક સ્વપનમાં ખેતર લઈને આ ફરિયાદ આવે છે. પરદેશમાં મળે તો છે ભોજન ભાતભાતનાં ન ખૂંટે એવાં આંબા તળે માણેલા ક્યાં મરચું રોટલાનાં સ્વાદ આવે છે ? શીખ્યા અમે [...]

હું ક્યાં છું ?

Posted on August 12th, 2008 by gujaratikavita  |  No Comments »

ગામની પાસેના વગડામાં સીતાફળીની ડાળીડાળીએ આંખ ઉઘાડી ઝૂલે સીતાફળ હજીય – પણ તે અમને બાળટોળીને સાથે લઈને ઝાકળભીના સવારના તડકામાં થઈને વનની વાટે વળનારા એ દાદા કયાં છે ? રિસાઈને ઘરમાંથી ભાગી જઈ જહીં સંતાતા તે સૌ ટેકરીઓ તો ગામ પાદરે હજી આ બેઠી – પણ ચિંતાથી અરધી અરધી હાંફતી હાંફતી ટેકરીઓને માથે ચઢતી પડતી [...]

થઈ ગઈ

Posted on August 11th, 2008 by gujaratikavita  |  No Comments »

ની અમસ્તી વાતમાં  અપસૅટ થઈ ગઈ હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ અરવિંદને  ઈંગ્લૅન્ડનો  વીઝા  મળી  ગયો ખાદીની  એક  ટોપી  પછી  હૅટ  થઈ ગઈ કૂતરો  આ  ફૂલફટાક તે  ડૉગી બની ગયો બિલ્લી  બનીઠની  ને  હવે  કૅટ  થઈ ગઈ ગુજરાતમાં હતી  આ  ગઝલ ગોળપાપડી ઈંગ્લૅન્ડમાં આવી અને  ચૉકલેટ થઈ ગઈ હા, સ્વિટ નથિંગ્ઝ [...]

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે

Posted on August 11th, 2008 by gujaratikavita  |  No Comments »

કુદરતના  ખેલ  હાથમાં  આવી  નહીં  શકે, કળીઓને  ગલીપચીથી  હસાવી નહીં  શકે. મારા  કવનનું આટલું  ઊંડું  મનન  ન કર, કંઈ  યાદ  થઈ  જશે તો  ભૂલાવી નહીં શકે. ના માંગ  એની પાસે  ગજાથી  વધુ  જીવન, એક પળ  એ  એવી  દેશે  વિતાવી નહીં શકે. અંતિમ  દર્દ  હોય  તો  આવે  છે  સ્તબ્ધતા, સાચો  વિરહ  છે  એ જે  રડાવી  નહીં  [...]

મજા પડે તો તરત હું મિજાજ બદલું છું

Posted on August 8th, 2008 by gujaratikavita  |  No Comments »

મજા પડે તો તરત હું મિજાજ બદલું છું, ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું. રમતરમતમાં હું રસ્મોરિવાજ બદલું છું, બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું. સફર અટકતી નથી કંઈ તૂફાન ટકરાતાં, દિશા બદલતો નથી હું જહાજ બદલું છું. પ્રજળતું કૈંક રહે છે હમેશાં હોઠો પર, કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું. [...]

માણસો

Posted on August 8th, 2008 by gujaratikavita  |  No Comments »

મોટા નગર ના માણસો ચહેરા વગરના માણસો હેતુ વગરની ભીડમાં કારણ વગર ના માણાસો જાણે ન ઓળખતા મને મારા જ ઘરના માણસો અખબાર આખુ વાચતા વાસી ખબર ના માણસો રણ-રેત માં ડુબી ગયા પાણીવગર ના માણસો પાકી સડકની શોધ મા કાચી કબરના માણસો – આદિલ

આપનું મુખ જોઇ મનમાં થાય છે

Posted on August 8th, 2008 by gujaratikavita  |  No Comments »

આપનું મુખ જોઇ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે. જાગવાનું મન ઘણુંયે થાય છે. આંખ ખોલું છું તો સપનાં જાય છે. આંસુઓમાં થઇ ગયો તરબોળ હું, આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે? આપ શું સમજો હૃદયની વાતમાં, આપને ક્યાં દર્દ જેવું થાય છે? લાખ કાંટાઓ મથે સંતાડવા તે છતાંયે ફૂલ ક્યાં સંતાય [...]

મને એ માન્ય નથી કે સજા કરે કોઈ

Posted on August 6th, 2008 by gujaratikavita  |  No Comments »

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ મને ઘણાય તમારો સંબંધ પૂછે છે તમારી પણ કદી એવી દશા કરે કોઇ તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા મને ફરીથી જવાની મના કરે કોઇ ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય વિચારને તો જતા – આવતા કરે કોઇ કોઇ નજીક નથી [...]

એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે

Posted on August 6th, 2008 by gujaratikavita  |  No Comments »

એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે ; જે રીતે કો સુંદર નયનોમાં કાજલ અતિ સુંદર લાગે છે. નયનોને જે સુંદર લાગે છે, દિલને જે મનોહર લાગે છે ; કિસ્મતના ગજાથી એ વસ્તુ, હંમેશ મને પર લાગે છે. સંજોગ હિમાલય જેવા છે બરબાદ મુકદ્દર લાગે છે, અંતરને છતાં તુજ અંતરથી બહુ થોડું અંતર લાગે [...]

‘નાઝીર’ને કશી ય જરૂર નથી

Posted on August 6th, 2008 by gujaratikavita  |  No Comments »

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી, હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી. શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી ય જરૂર નથી, આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી? આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા, એ હોય ન હોય બરાબર છે, [...]