થોડોય પરિચય નથી છતાં સંબંધ છે

થોડોય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે.

કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,
વીતેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે.

છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં,
અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે.

ભવરણમાં એતલે જ ભટકતો રહ્યો સદા,
જોયું’તું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે.

જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા,
મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે.

- મિસ્કીન

This entry was posted on Thursday, August 21st, 2008 at 5:19 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “થોડોય પરિચય નથી છતાં સંબંધ છે”

  1. Khyati Says:

    superb collection all over ….
    no words at all

  2. nehalnidiary Says:

    excellent sir…..

  3. Jay Says:

    “જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા,
    મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે.”

    Superbbbbbbbbbbbb……………Excellent…………..

  4. Dhiraj Says:

    Excellent Sir.
    Good combination beetwint word & speech.
    Continiou with this.

Leave a Reply