નયનથી જો મળે નયન બે ઘડી
નયનથી જો મળે નયન બે ઘડી,
દિલમાં કોઈના ઉતરાય છે.
આંખો હોય જો કોઈની દર્પણ સમી,
અંતરના બધા ભેદ કળાય છે.
અંશ મળે જો એ નેત્રોમાં પ્રેમ તણો,
કઈક સરિતાઓનાં વ્હેણ રચાય છે.
જાત હશે જો એ કોઈ પરમ તણી,
વાત દરિયાની કરી છલકાય છે
.
પામી એ સરીતા પંથ સાગર ભણી,
જો જો તો ખરા કેવી મલકાય છે.
-ભૂમિ
August 17th, 2008 at 3:09 pm
પામી એ સરીતા પંથ સાગર ભણી,
જો જો તો ખરા કેવી મલકાય છે. sunadar.
August 21st, 2008 at 3:12 pm
http://gujaratikavita.wordpress.com/ is Best