નયનથી જો મળે નયન બે ઘડી

August 12th, 2008

નયનથી જો મળે નયન બે ઘડી,
દિલમાં કોઈના ઉતરાય છે.

આંખો હોય જો કોઈની દર્પણ સમી,
અંતરના બધા ભેદ કળાય છે.

અંશ મળે જો એ નેત્રોમાં પ્રેમ તણો,
કઈક સરિતાઓનાં વ્હેણ રચાય છે.

જાત હશે જો એ કોઈ પરમ તણી,
વાત દરિયાની કરી છલકાય છે
.
પામી એ સરીતા પંથ સાગર ભણી,
જો જો તો ખરા કેવી મલકાય છે.

-ભૂમિ

No Responses to “નયનથી જો મળે નયન બે ઘડી”

  1. પામી એ સરીતા પંથ સાગર ભણી,
    જો જો તો ખરા કેવી મલકાય છે. sunadar.

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books