Archive for July, 2008

તારો જવાબ શું હશે?

Posted on July 21st, 2008 by gujaratikavita  |  No Comments »

વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ તો તારો જવાબ શું હશે? પ્રેમથી નીતરતો એક પત્ર લખુ તો તારો જવાબ શુ હશે? પહેલી વખત ના પાડવાની આદત હોય છે સ્ત્રીઓને બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ તો તારો જવાબ શુ હશે? હજી પણ આવે છે યાદમાં તો ક્યારેક આંસું બની આંખમાં ભુલી ગયો તને એમ બોલું ખોટું તો [...]

બાકી શું વધશે? – વિશાલ મોણપરા

Posted on July 21st, 2008 by gujaratikavita  |  No Comments »

દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે? પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે? એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે? આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દો ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે? પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામ [...]

પત્નીને ખુશ શી રીતે રાખશો ? – શિશિર રામાવત

Posted on July 17th, 2008 by gujaratikavita  |  11 Comments »

[‘અભિયાન’ સામાયિકમાંથી સાભાર.] [1] તુમ સુંદર હો ! ઐશ્વર્યા રાય ? એ વળી કોણ ? પતિદેવો, તમારા માટે સમગ્ર બ્રહ્માંડમાં આ એક જ સ્ત્રી સુંદર છે – તમારી પત્ની. થર્ડ ફ્લોર પર રહેતી મિસિસ પારેખને જોઈને ભલે તમારી આંખો ચાર થઈ જાય પરંતુ દિવસે દિવસે જાડી થતી જતી પત્ની સામે તેનો કોઈ જ કલાસ નથી. [...]

પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી

Posted on July 17th, 2008 by gujaratikavita  |  1 Comment »

પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી, ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી. આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની? ઇચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી. આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ, મારે ઘરે પધારો ઓ ગંજીપાની રાણી. ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી. થાકી જવાનું કાયમ, તલવાર [...]

આવી જઇશ હું

Posted on July 17th, 2008 by gujaratikavita  |  No Comments »

સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું. સારા બદનમાં ફૂલ થઇ મહેંકી જઇશ હું. એકાંત જ્યારે સાલશે મારા અભાવનું, કાગળ થઇને ક્યાંકથી પહોંચી જઇશ હું. આકાશ તારી આંખનું ખૂલતું જતું હશે, સૂરજની જેમ એ મહીં ઊગી જઇશ હું. તારી ઘણી ય ‘હા’ હતી ‘ના’ના લિબાસમાં, કહેવા હવે જો ‘ના’ હશે, જીરવી જઇશ હું.   – [...]

દરેકને મંજીલ નથી મળતી

Posted on July 17th, 2008 by gujaratikavita  |  No Comments »

આ દુનિયામા હર કોઇને ગમતી વસ્તુ નથી મળતી. મળવા ખાતર મળી જાય છે બધુ,મન ને શાંતિ નથી મળતી. કોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય છે, પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી. જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી. મનમા અવિરત તરવરતી હોય છે, એ આક્રુતિ નથી [...]

કોક દી ફુરસત મળે તો લે ખબર

Posted on July 17th, 2008 by gujaratikavita  |  No Comments »

કોક દી ફુરસત મળે તો લે ખબર દીલ ઉપર વીતે છે શુ તારા વગર પાનખરમા પણ બહાર આવી ગઇ પ્રેમ ગીતોની અનોખી છે અસર આખમાં તુજ યાદના આસુ ના હો એક પણ વીતી નથી એવી પ્રહર એજ છે રજની દીવાનો જોઇ લો ગાય છે ગીતો ઉષાના દરબદર – aatma

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !

Posted on July 17th, 2008 by gujaratikavita  |  No Comments »

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે ! છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે ! લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી, સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે ! તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે ! મરવાની અણી પર [...]

એટલે

Posted on July 15th, 2008 by gujaratikavita  |  No Comments »

તે છતાં ઊગી ગયાં છે જંગલો, મેં હથેળીને કદી સીંચી નથી. એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી – આંખ આખી જિંદગી મીંચી નથી. – યોગેશ જોષી

કિસ્સો કેવો સરસ મઝાનો

Posted on July 15th, 2008 by gujaratikavita  |  2 Comments »

કિસ્સો કેવો સરસ મઝાનો, બેઉં વ્યક્તિ સુખી થયાનો,  તને પલ્લું તારી તરફ નમ્યાનો, મુજને આનંદ ઊંચે ગયાનો છે ! -મુકુલ ચોકસી