Archive for July, 2008

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે

Posted on July 25th, 2008 by gujaratikavita  |  9 Comments »

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની; આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની! જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર, તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની! તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં, તે [...]

માછલી સાથે જ દરીયો નીકળ્યો

Posted on July 24th, 2008 by gujaratikavita  |  No Comments »

માછલી સાથે જ દરીયો નીકળ્યો, લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો. હુંજ મારા ભાર થી થાકી ગયો, હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો. ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી, મૂઠ ખોલી ત્યાંજ તડકો નીકળ્યો. સાંજ પડતાંયે ફર્યુ ના એટલે, શોધવા પંખીને માળો નીકળ્યો. આશરો કેવળ નદીને જ હતો, એક સાગર એય ખારો નીકળ્યો. આગીયાઓ ઉજળા છેકે પછી-, [...]

રુપનગરની રુપ ની રાણી જરી મને જોવા દો

Posted on July 24th, 2008 by gujaratikavita  |  No Comments »

રુપનગરની રુપ ની રાણી જરી મને જોવા દો, પાની ભરતી પનીહારી પણ મને જોવા દો, રાસ રમતી નવલી ગુજરાતણ મને જોવા દો, પ્રિયતમની યાદમાં તડપતી પ્રિયતમા મને જોવા દો રુપ નો થાળ ભરીને જનારાનેે મારે તો કેહવુ છે, વિવ્શાળ જગતના રુપ ના ખજાનાને મારે જોવો છે, પણ સાથે સાથે મને મારી મજબુરી પણ કેહ્વા દો [...]

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા

Posted on July 22nd, 2008 by gujaratikavita  |  No Comments »

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા, ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા. એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ, ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા. ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો, ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા. વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી, ‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા – [...]

શું છે ? – સુરેશ દલાલ

Posted on July 22nd, 2008 by gujaratikavita  |  No Comments »

ધિક્કાર શું છે ? પ્રેમશૂન્યતા. પ્રેમ શું છે ? હ્રદય રિકતતા. હ્રદય શું છે ? પ્રેમની સભરતા. ચહેરો શું છે ? ખભા પરની નિશાની. આંખ શું છે ? ઊંડા કૂવાનાં કોરાં પાણી. સંબંધ શું છે ? ઉઝરડા… ઉઝરડા… યૌવન શું છે ? વૃધ્દ્રાવસ્થાની પૂર્વ અવસ્થા. આવતી કાલ શું છે ? આજની પ્રતીક્ષા. માણસ શું છે [...]

ઊભો છુઁ

Posted on July 22nd, 2008 by gujaratikavita  |  No Comments »

કાચા પાયે ચણેલી દીવાલ નો સહારો લઈ ને ઊભો છુઁ, ધુમ્મસ ને વાદળ સમજી, વરસાદ ની રાહ જોતો ઊભો છુઁ. ખબર છે મન ને નથી મોસમ આ વરદસાદ ની, છતાઁ મોસમ બદલવા ની રાહ જોઈ ને ઊભો છુઁ, જીવ લઈને બેઠો છે આશા કે , થાય કદાચ માવઠુઁ, ને ઝરમર થાય અમૃત ધારા એની રાહ [...]

દીવડા ઠરી ગયા

Posted on July 21st, 2008 by gujaratikavita  |  No Comments »

વાયરાની રાતમાં દીવડા ઠરી ગયા સાથ લઈને ચાલતા દીવડા ઠરી ગયા એ વદન-પ્રભા બધા આંખ આંજતી ગઈ એકલા ઉજાશમાં દીવડા ઠરી ગયા તારલાની રાત પણ સાથ ના દઈ શકી વાટમાંને વાટમાં દીવડા ઠરી ગયા રાત આખી એકલા એમ પણ ગુજારી છે જોત જોતાં કેટલાં દીવડા ઠરી ગયા એક જો ઠરી ગયો, બીજો બાળતા ગયા એક [...]

પણ ગજબ હતો

Posted on July 21st, 2008 by gujaratikavita  |  No Comments »

એ ચાહનાની વ્યાસ હતો, પણ ગજબ હતો મુજ દિલની આસપાસ હતો, પણ ગજબ હતો મલકાટ એના મુખનો પ્રફુલ્લિત કરી ગયો જોકે ન મારી પાસ હતો, પણ ગજબ હતો આખી હયાત વીતી ગઈ એની યાદમાં એવો હૃદયમાં વાસ હતો, પણ ગજબ હતો હસતો રહ્યો’તો રાત દિવસ ફૂલ વેરતો મનમાં ભલે ઉદાસ હતો, પણ ગજબ હતો આંખોમાં [...]

વસતો નથી

Posted on July 21st, 2008 by gujaratikavita  |  No Comments »

શરીરોમાં માણસ આ વસતો નથી, સમય પણ લગીરે ય ખસતો નથી. તું પણ પહેલાં જેવું વરસતો નથી, અને હું ય એવું તરસતો નથી. અરીસાએ ભીતરથી નીકળી કહ્યું: ‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’ મળો તો મળો હાથ બે મેળવી, મળો તે છતાં એ શિરસ્તો નથી. સદી આખી ખંડેર મોંહે-જોના, મકાનો તો છે, ઘરનો રસ્તો [...]

હાઈકુ –ધીરજલાલ શાહ

Posted on July 21st, 2008 by gujaratikavita  |  No Comments »

આપણે જેમને ધીરુભાઇ ઓળખીએ છીએં, તેમના આ હાઈકુ ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ ગણાતા કોઇ હાઈકૂથી ઉતરતા નથી. હું ધીરજલાલ શાહને અભીનંદન પાઠવું છું-’રસિક’ મેઘાણી ડાયરો જામે ચોતરે, બોખા હસે ખડખડાટ અમાસ રાતે તારાઓ, દીવો લઈ ચંદ્રને શોધે ! આવે પવન ખરે પાંદડા, ઊડે નીચે પડેલાં. ઘડિયાળનું લોલક, છે જીવન માનવી તણું. – ધીરજલાલ શાહ (હ્યુસ્ટન, ટેક્ષાસ) [...]