સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું

સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું.
સારા બદનમાં ફૂલ થઇ મહેંકી જઇશ હું.

એકાંત જ્યારે સાલશે મારા અભાવનું,
કાગળ થઇને ક્યાંકથી પહોંચી જઇશ હું.

આકાશ તારી આંખનું ખૂલતું જતું હશે,
સૂરજની જેમ એ મહીં ઊગી જઇશ હું.

તારી ઘણી ય ‘હા’ હતી ‘ના’ના લિબાસમાં,
કહેવા હવે જો ‘ના’ હશે, જીરવી જઇશ હું.
 

- કૈલાસ પંડિત

This entry was posted on Monday, July 28th, 2008 at 5:44 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses to “સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું”

  1. j4jules Says:

    kp is one of my most favourite of recent times,

    navi generation na kavi o ma sauthi vadhu gahanta KP ni kavita ma chhe, would love to see more of him if possible :)

    keep posting :)

  2. jayeshupadhyaya Says:

    કૈલાસ પંડીત સરસ ગઝલકાર એમની આ એક સુંદર ગઝલ

  3. સુરેશ જાની Says:

    મને બહુ જ ગમતી ગઝલ. મ.ઉ.એ બહુ લયબદ્ધ રીતે ગાઈ છે.
    સ્વ. કૈલાસ પંડિતનો બાયો ડેટા મેળવી આપશો , તો આભારી થઈશ.

  4. pratik Says:

    superb…mindblooooinng…!!!

Leave a Reply