શું છે ? – સુરેશ દલાલ

ધિક્કાર શું છે ?
પ્રેમશૂન્યતા.

પ્રેમ શું છે ?
હ્રદય રિકતતા.

હ્રદય શું છે ?
પ્રેમની સભરતા.

ચહેરો શું છે ?
ખભા પરની નિશાની.

આંખ શું છે ?
ઊંડા કૂવાનાં કોરાં પાણી.

સંબંધ શું છે ?
ઉઝરડા… ઉઝરડા…

યૌવન શું છે ?
વૃધ્દ્રાવસ્થાની પૂર્વ અવસ્થા.

આવતી કાલ શું છે ?
આજની પ્રતીક્ષા.

માણસ શું છે ?
ભૂખ અને ભિક્ષા.

જીવન શું છે ?
મરણ તરફની ગતિ.

પ્રશ્ર્નો શું છે ?
અનુત્તર ઉત્તરની સ્થિતિ.

- સુરેશ દલાલ

This entry was posted on Tuesday, July 22nd, 2008 at 5:20 pm and is filed under General. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “શું છે ? – સુરેશ દલાલ”

  1. Suresh Dalal..says But,one can say NO! « હાસ્ય દરબાર Says:

    [...] July 22, 2008 · No Comments શું છે ? – સુરેશ દલાલ [...]

  2. dhavalrajgeera Says:

    Hasyadarbar has put the same to day!

    http://www.yogaeast.com
    http://www.bpaindia.org

Leave a Reply