દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા

- આદિલ

This entry was posted on Tuesday, July 22nd, 2008 at 5:25 pm and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા”

  1. Harsukh Thanki Says:

    વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
    ‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

    આદિલની ગઝલ વિષે બીજું તો શું કહીએ… ક્યા બાત હૈ…

Leave a Reply