કીનારા જ સુકાઈ ગયા

July 11th, 2008

પ્યાલો લૈ જ્યાં હું પહોંચ્યો તરસ છીપાવા માટે,
કમનશીબ મારું કે મને જોઈ કીનારા જ સુકાઈ ગયા.

પતઝડ ની કશ્મ્કશ તો જીરવી ગયા અમે પરંતુ,
જીંદગી ના બાગ તો ભરવસંત માં જ ઉજડી ગયા.

તૂફાન માંથી કશ્તી બચાવી લાવનારા એવા ધણા,
છે જેમના વહાણ કીનારે આવી જ ડૂબી ગયા.

મોસમ ની મહેર હોય તો હેલી આવી ચઢે છે ઘરમાં,
અમારા જેવા તો કૈં કીન્તુ ભર વરસાદે પણ કોરા રહી ગયાં.

હજારો લાશો ને મ્ંઝીલ સુધી પહોંચાડી હતી ‘મક્કુ’ પરંતુ,
ખુદ અમારાં જનાજા ચાર કાંધા ના મહોતાજ રૈ ગયા…..

—-ભાવેશ ‘મક્કુ’

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books