વિપાશાના બે સુંદર કાવ્યો.

વિપાશા-(૧૧-૦૪-૧૯૭૧) અમેરિકામાં જન્મ. અદભુત સંકલ્પશક્તિ.જન્મજાત રોગનો મુકાબલો કરીને પણ પીએચ ડીની ડિગ્રી પ્રાપ્ત કરી. કાવ્ય સંગ્રહ ” ઉપટેલા રંગોથી રિસાયેલા ભીંતો’ દિલ્હી સાહિત્ય  અકાદમીનું પ્રકાશન. મનોબળ સામે કોઈ પણા વિપરીત પરિસ્થિતિ ટકી  શકતી નથી એનું વિપાશા જીવતું, જાગતું ઉજ્જવલ  ઉઅદારણ..ચાલો એમના  બે સુંદર કાવ્યો માણીયે.

*******************************************************

(૧)
અજંપો
મારા મનમાં એક ખાંચરામાં
સરકતો સરકતો
ક્યાંકથી  આવી પડ્યો છે.
ખબર નથી  ક્યાંથી?
કે પછી હું જ સરી ગઈ છું
એના એક ખૂણામાં?

(૨)

મેં
મારી કીકીઓને  ડોળામાંથી કાઢીને
આંગળીમા  ચોંટાડી દીધી’તી, ટેમ્પરરિલી

ને  હવે
જ્યારે
હું એમને મૂળ જગ્યાએ મૂકવાનો
પ્રયત્ન કરું
ત્યારે
ના – ના એવો અવાજ આવે.

કદાચ ડોળાનો ઈગો ઘવાયો  હોય
કે પછી
કીકી મોટી  થઈ ગઈ  હોય.

- વિપાશાના

This entry was posted on Monday, July 7th, 2008 at 4:14 am and is filed under કવિતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply