ક્યાં છે !

રહું  છું  યાદમાં  તારી   મને   ચર્ચામાં  રસ  છે  ક્યાં !
ફરક  રેખા હું ક્યાં  દોરું? પ્રણય  ક્યાં છે,હવસ ક્યાં છે !

ભલે    બેઠો    હજારો    વાર  એનો      હાથ  ઝાલીને,
પરંતુ    એ    ન    સમજાયું   હજી પણ નસ  ક્યાં  છે .

સમય ચાલ્યો ગયો, જ્યારે  અમે  મૃગજળને પીતા’તા,
હતી  જે    એક  જમાનામાં  હવે એવી  તરસ  ક્યા છે !

અહીં    તો    એક   ધારી   જિંદગી વીતી છે  વર્ષો થી,
તમે  માનો   કે જીવનના  બધા  સરખા  દિવસ ક્યાં છે.

-મરીઝ

This entry was posted on Friday, July 4th, 2008 at 4:37 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “ક્યાં છે !”

  1. jayeshupadhyaya Says:

    ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !
    એક આખી ગઝલનું બળ ધરાવતી પંક્તિ

  2. mehul Says:

    હતી જે તમ્મના દિલમાં તારા માટે..
    નથી ખબર કે આજે તે ક્યાં છે……

    પહેલા હતી જે તું મારી મહેબૂબા….
    તે આજે ક્યાં છે……?

    ગણો જ બદલાવ આવી ગયો
    તારા માં અને મારા માં પણ….

    તું તો છોડી ગઈ મજ દરિયે એકલો મને…..
    પણ તારા દિલ માં જે અમર પ્રેમ હતો એના માટે ”મેહુલ”….

    શોધું છું એ પ્રેમ ક્યાં છે?????????????????

Leave a Reply