ક્યાં છે !
રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !
ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !
ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .
સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !
અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષો થી,
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.
-મરીઝ
July 6th, 2008 at 8:11 am
ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !
એક આખી ગઝલનું બળ ધરાવતી પંક્તિ
August 1st, 2011 at 9:40 am
હતી જે તમ્મના દિલમાં તારા માટે..
નથી ખબર કે આજે તે ક્યાં છે……
પહેલા હતી જે તું મારી મહેબૂબા….
તે આજે ક્યાં છે……?
ગણો જ બદલાવ આવી ગયો
તારા માં અને મારા માં પણ….
તું તો છોડી ગઈ મજ દરિયે એકલો મને…..
પણ તારા દિલ માં જે અમર પ્રેમ હતો એના માટે ”મેહુલ”….
શોધું છું એ પ્રેમ ક્યાં છે?????????????????