શબ્દને અર્થની ખબર ક્યાં છે ?

શબ્દને અર્થની  ખબર  ક્યાં  છે ?
લાશને  શું ખબર,કબર ક્યાં  છે ?

ધન નહિં, માત્ર તેજ કર  ભેગું ,
દીવડો  આપણો ક્યાં અમર છે ?

પ્હાણ જોતાં જ ,જાય તૂટી પણ ,
કાશ એવી હવે  નજર  ક્યાં છે ?

જ્યાં તને  શોધવા  ગમે  કાયમ,
આજ   એવું    નગર   ક્યાં છે ?

જોઈલો  સૌ  નિમગ્ન છે ખુદમાં ,
અન્યની કોઈને   કયાં ફિકર છે ?

લાગણી શૂન્ય છે હૃદય  સઘળાં ,
શબ્દની એટલી અસર  ક્યાં છે ?

- આબિદ ભટ્ટ

This entry was posted on Friday, July 4th, 2008 at 4:36 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “શબ્દને અર્થની ખબર ક્યાં છે ?”

  1. Abhijeet Pandya Says:

    ધન નહિં, માત્ર તેજ કર ભેગું ,
    દીવડો આપણો ક્યાં અમર છે ?

    ઉપરોક્ત શેરમાં દીવડો આપણો અમર ક્યાં છે ? કરવાથી રદીફ અને કાફીયા જળવાય છે.

    જોઈલો સૌ નિમગ્ન છે ખુદમાં ,
    અન્યની કોઈને કયાં ફિકર છે ?

    ઉપરોક્ત શેરમાં અન્યની કોઈને ફિકર કયાં છે ? કરવાથી રદીફ અને કાફીયા જળવાય છે.

Leave a Reply