Archive for July, 2008

ક્યાં જીવાય છે

Posted on July 31st, 2008 by gujaratikavita  |  No Comments »

ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે, એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે, કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ, હું રડું છું એકલો એ એ એકલા શરમાય છે. કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો, એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે. આ વિરહની રાત છે તારીખનું પાનું નથી, અહીં દિવસ બદલાય તો આખો [...]

સગપણ

Posted on July 31st, 2008 by gujaratikavita  |  No Comments »

અમે મોર હોઈએ તો – અમારાં ખરેલાં આંસુ વીણજો વાદળ સમા તરતા પ્રસંગોને અમે બોલાવશું – તમે વરસજો. આવતા ભવે આ અધૂરી મૂકેલી કવિતાની છેલ્લી પંક્તિ થઈ તમે આવી ચડજો. -પ્રબોધ જોશી

જો હોય

Posted on July 29th, 2008 by gujaratikavita  |  No Comments »

આવી જ એક ક્ષણ હોય, સામે અષાઢઘન હોય; ફણગો ફૂટે અડકતાં જ ભીનોભીનો પવન હોય; જે તે ચણ્યું ગમે ના, કાચું પીમળતું વન હોય; ઊગી જવાય વાડે જો આ ક્ષણે વતન હોય; જામીય જાય મૂળિયાં જો થોડુ બાળપણ હોય; સિમેન્ટમાં ઢૂં ઢૂં છું : એકાદ મિટ્ટીકણ હોય; ઠરવા ચહે છે આંખો હરિયાળું ક્યાંક તૃણ હોય; [...]

માંડ માંડ આજ પડ્યો થોડો તડકો

Posted on July 29th, 2008 by gujaratikavita  |  No Comments »

માંડ માંડ આજ પડ્યો થોડો તડકો મે તો માંગી લ ઈધો એક એનો કટકો ચાલી રહ્યો હું તો આમ વરસોથી કોણ જાણે ક્યાં અટકશે આ સડકો મારો પડછાયો રહેતો મારી સાથે ને મને એ કહે તું તો બહુ બટકો શોધો તો મળશે સનમ તમારા દિલમાં શોધવા સનમને ન છેક આમ ભટકો તૂટી જશે મોતી તમારા [...]

ગાંધી

Posted on July 28th, 2008 by gujaratikavita  |  No Comments »

ગાંધી કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.   – શેખાદમ આબુવાલા

સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું

Posted on July 28th, 2008 by gujaratikavita  |  4 Comments »

સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું. સારા બદનમાં ફૂલ થઇ મહેંકી જઇશ હું. એકાંત જ્યારે સાલશે મારા અભાવનું, કાગળ થઇને ક્યાંકથી પહોંચી જઇશ હું. આકાશ તારી આંખનું ખૂલતું જતું હશે, સૂરજની જેમ એ મહીં ઊગી જઇશ હું. તારી ઘણી ય ‘હા’ હતી ‘ના’ના લિબાસમાં, કહેવા હવે જો ‘ના’ હશે, જીરવી જઇશ હું.   – [...]

મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?

Posted on July 28th, 2008 by gujaratikavita  |  2 Comments »

મોહતાજ ના કશાનો હતો કોણ માનશે? મારોય એક જમાનો હતો કોણ માનશે? ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ, એ આપનો દીવાનો હતો કોણ માનશે? તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ, આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે? માની રહ્યું છે જેને જમાનો જીવનમરણ ઝઘડો એ ‘હા’ ને ‘ના’ નો હતો કોણ માનશે? મસ્તીમાં [...]

કેવા રમતારામ હતા!

Posted on July 25th, 2008 by gujaratikavita  |  No Comments »

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા, શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં. થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા, ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં. હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ, કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં. [...]

મૌનને સુપરત કરી દીધો

Posted on July 25th, 2008 by gujaratikavita  |  No Comments »

મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો, આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે. – “શૂન્ય” પાલનપૂરી

આંખ ભીની હોય ત્યારે

Posted on July 25th, 2008 by gujaratikavita  |  1 Comment »

આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઇએ, જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઇએ; છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઇએ. – મનહરલાલ ચોકસી