Archive for June, 2008

છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા

Posted on June 23rd, 2008 by gujaratikavita  |  1 Comment »

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા, પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા. દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને, દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા. હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો, યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં. મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા, છે હજી [...]

લોક પૂછે છે

Posted on June 23rd, 2008 by gujaratikavita  |  No Comments »

લોક પૂછે છે : આ કવિતા આવે છે ક્યાંથી ? મને પણ થાય છે કે આ વાયરો મૂળ ક્યાંનો વતની ? મહાસાગરની રાષ્ટ્રીયતા કઈ ? આ મેઘધનુષ ક્યાંથી redirect થઈને આવ્યું ? ઝાકળના ગામનો પિનકોડ નંબર શો ? ઊર્ધ્વમૂલ વૃક્ષ કઈ વાડીમાં ઊભું છે ? અનંતના વહેણમાં અતીતનો ઓવારો ક્યાં આવ્યો ? વૃક્ષને કલરવ ફૂટે [...]

પિંજરાનું બારણું ખોલીને

Posted on June 23rd, 2008 by gujaratikavita  |  2 Comments »

પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, ‘હવે તું મુક્ત છે.’ પંખીએ બહાર  નીકળીને માણસ સામે જોયું- અને- પાછું પિંજરામાં ભરાઈ ગયું. -હર્ષદ ત્રિવેદી

હરિનો મારગ છે શૂરાનો

Posted on June 20th, 2008 by gujaratikavita  |  No Comments »

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને; સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને. મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને; તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને. પ્રેમપંથ પાવકની જ્વાળા, [...]

મહાન શાયરો ના શેર

Posted on June 20th, 2008 by gujaratikavita  |  4 Comments »

જીવન માં જો દુઃખો હોય તો જીવન મદીરાધામ થઇ જાય; આ દિલ સુરાહીને નયન જામ થઇ જાય. તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું; જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય. -અમૃત “ઘાયલ”. ________________________________________________ આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી, એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા [...]

પ્રલય છે,

Posted on June 20th, 2008 by gujaratikavita  |  No Comments »

પ્રણયનો પ્રલય છે, પ્રભુનો પ્રલય છે. તમારા વખતના, શબ્દોનો પ્રલય છે. હ્રદયનાં જખમ તો, નયનનો પ્રલય છે. અદા આપની તો, સમયનો પ્રલય છે. “નિશાન” નમ્યો તો, અસરનો પ્રલય છે. -કુશલ “નિશાન” દવે.

કોને કહુ કે વ્યથા કેવી હોવી જોઇએ

Posted on June 20th, 2008 by gujaratikavita  |  No Comments »

કોને કહુ કે વ્યથા કેવી હોવી જોઇએ, વ્યથાની પણ પ્રથા તદ્દન નવી હોવી જોઇએ. વિરહની વ્યથા કહેતા પણ હિંમત હોવી જોઇએ, સાથે પ્રેમીકાની પણ વ્યથા ખુબજ ગંભીર હોવી જોઇએ. કોણે કહ્યુ કે સજા અતી કઠોર હોવી જોઇએ, ભલે ન્યાયાધિરાજ કાતીલ હોય તોય મજા હોવી જોઇએ. નથી માનતો કે તું હરદમ સાથે હોવી જોઇએ, પણ વિરહની [...]

મુસાફિરને આજે, દિશાઓ નડે છે

Posted on June 20th, 2008 by gujaratikavita  |  No Comments »

મુસાફિરને આજે, દિશાઓ નડે છે, વિકલ્પો નડે છે, વિસામો નડે છે. ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે. લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે. નવા નેત્રથી એને, જોવું છે જીવન ઊગી છે જે આંખે, અમાસો નડે છે. તને તારું જીવન, [...]

અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે

Posted on June 20th, 2008 by gujaratikavita  |  2 Comments »

અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે, પછીથી હાથની રેખા બનીને અટકે છે. હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ? વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે ! દીવાલ જેવી સલામત જગાઓ શોધીને જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે. – રમેશ પારેખ

શેરો – શાયરી

Posted on June 19th, 2008 by gujaratikavita  |  4 Comments »

જીનકી તમન્ના દીલ મે થી, જુદાઈ અબ હમ ઉનકી સહતે હૈ, ફુરસત્ નહિ ઉન્હે હમસે બાત કરને કી, ઇસ લીયે હમ હર વખ્ત ખામોસ સે રહતે હૈ… ગમ મે હસને વાલો કો કભી રુલાયા નહી જાતા, લહેરો સે પાની કો હટાયા નહી જાતા, હોને વાલે હો જાતે હૈ ખુદ હી દીલ સે અપને, કીસી કો [...]