જિંદગી હવે એક નવી રીત લાગે છે
જિંદગી હવે એક નવી રીત લાગે છે, પ્રેમથી ગવાય જે એવું ગીત લાગે છે. આ સફર તો છે બસ ચાલતા રહેવાની, જો ગણો તો દરેક રાહી મનમીત લાગે છે. જયારથી સરખાવું છું જીવનને પ્રેમ સાથે, સઘળું હારી ગયા પછી પણ જીત લાગે છે. દુ:ખથી ડરો નહીં હંમેશાં હસતા રહો, વેદનાની સરવાણીમાં મીઠું સંગીત લાગે છે! [...]