આજે તો એપ્રીલ ફૂલ છે
મળવાનુ વચન આપી ન આવે મળવા
હળવેકથી કહે આજે તો એપ્રીલ ફૂલ છે
આંખમાં આવકાર, હોઠો પર જાકારો
આરસના છળ પણ કેવા ક્રુઅલ છે
આકરા તાપમાં ફિલ્ડીંગ ભરી વર્ષો
કેચ પકડાયો તો કહે ફાઉલ છે
જાણીજોઇ ભુલ કરે દિલ તોડવાની
પછી કહે ‘કખગ’ કેટલો કુલ છે
- વિશાલ મોણપરા
June 30th, 2008 at 12:55 pm
હઝલ લખવાનું બહુ ઓછાને ફાવે છે. તમારો પ્રયાસ ગમ્યો.