તઝમીન - મોહમ્મદ અલી “વફા”
June 25th, 2008
તઝમીન એટલે
તઝમીન એ ગંભીર પ્રકારનું કાવ્ય સ્વરૂપ છે. મૂળ અરબી શબ્દ પરથી ઉતરી આવેલા આ પ્રકારમાં સ્વીકૃતિ અને શણગારની વિભાવના હોય છે. તઝમીનકારે કોઇ પણ ગઝલકારનો એક શેર, મત્લા કે મક્તા પસંદ કરીને મૂળ શેરના ભાવ, ભાષા, ઝમીન વિ. ને અનુરૂપ ત્રણ મૌલિક પંક્તિઓ પોતે જોડવાની હોય છે. આ પરકાયા પ્રવેશ જેવું દુષ્કર કાર્ય છે! મૂળ શેરના ભાવ-વિશ્વ સાથે તઝમીનકાર એ રીતે એકાકાર થઇ જાય છે, કે ‘નહીં સાંધો નહીં રેણ’ . આમ જોડેલી ત્રણ પંક્તિઓ મૂળ શેર સાથે સમરસ થઇ જાય છે. ક્યાંય થાગડ થીગડ કે ગચિયાં દેખાતા નથી! સમગ્ર તઝમીન સંઘેડાઉતાર કલાકૃતિ તરીકે નીપજી આવે છે.
- ડો. રશીદ મીર
——————————————————————————-
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!- મરીઝ
આહ્રદયનો ભાર હુઁ કોને ધરુઁ
બોઝિલ છે એ વાતને કોને કહુઁ?
કાઁધપર નિજ બોજ લઇ હુઁ તો ફરુઁ
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
- મોહમ્મદ અલી,વફા,
——————————————————————————-
બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી- બરકત વીરાણી ‘બેફામ’
આંખો કદી મારી રડી હૈયુઁ કદી મારુઁ રડ્યુઁ,
જે શોધતા રહ્યાતા અમે એ કયાઁ કદી મળ્યુઁ.
રસ્તાતણી ઠોકરમહીઁ પણ ના કશુઁ જડ્યુઁ
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી
- મોહમ્મદ અલી,વફા,
——————————————————————————-
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાંજનાબ ‘રાઝ’ નવસારવી
નિજના ન સાઁભરે એ કથા જિંદગીની છે.
હર સાંસમાઁ છૂપાયેલ વ્યથા જિંદગીની છે.
સાગર ઉપર રઝળતી તૃષા જિંદગીની છે.
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં
- મોહમ્મદ અલી,વફા,
——————————————————————————-
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.જનાબ અમૃત ‘ઘાયલ’
એ બદદૂઆઓ માગવા મઁદિર સુધી ગયા!
ભેગા કરી કઁટક બધા પતઝ્ડ સુધી ગયા!
મારી હસીઁ ઊડાદવા ઘરઘર સુધી ગયા!
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
- મોહમ્મદ અલી,વફા,






