મહાન શાયરો ના શેર

જીવન માં જો દુઃખો હોય તો જીવન મદીરાધામ થઇ જાય;
આ દિલ સુરાહીને નયન જામ થઇ જાય.
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું;
જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય.
-અમૃત “ઘાયલ”.
________________________________________________
આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી,
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી.
બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે “મરીઝ”,
દિલ વિનાં લાખો મળે એને સભા કહેતા નથી.
-મરીઝ.
________________________________________________
દર્દની લાગણીના ઘણા રૂપ છે;
માત્ર આંસુજ હોવાં જરુરી નથી.
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર,
વ્યક્ત થઈના શકે એવાં ગમ કેટલાં.
-”શૂન્ય” પાલનપૂરી.
________________________________________________
“પ્રેમનું આસન શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધાનું સ્થાન શંકા લે ત્યારે પ્રેમ ફુલ કરતાં પણ વહેલો કરમાઈ જાય છે.”
- શ્રી સુરેશ દલાલ.
________________________________________________
દિલવાળા સાથે દૂનિયાને કોઈ યોગ નથી સંયોગ નથી,
આસુંને વહાવી શું કરવું રડવાનો કંઈ ઉપયોગ નથી.
મજબુર થઈને હસવું એ કંઈ શોખ નથી ઉપભોગ નથી,
જીવવુ તો પડે છે કારણકે મૃત્યુના કોઇ સંજોગ નથી.
- કૈલાસ પંડીત.
________________________________________________
કેવી રીતે વીતે છે વખત શું ખબર તને?
તે તો કોઇ’દી કોઇની પ્રતિક્ષા નથી કરી.
- બરકત વિરાણી “બેફામ”.
________________________________________________
ગઝલ સર્જાયના કૈલાસ દિલમાં દાહ લાગ્યા વિણ,
પ્રથમ ઘેરાય છે વાદળ પછી વરસાદ આવે છે.
- કૈલાસ પંડીત.
________________________________________________
“જિંદગીનો સાર જો પાણી મહીં
એક પરપોટો થઈ ફુટી ગયો.”
- શયદા.
________________________________________________
શક્ય નથી કે ઉતરી પડીએ અધવચાળે,
જીવવું બીજું શું છે? કેવળ વાઘસવારી.
- ભગવતીકુમાર શર્મા.
________________________________________________
જિંદગીનુ નામ બીજુ કંઈ નથી,
મેં ઉપાડી છે અપેક્ષા લાશની.
- અહમદ મકરાણી.
________________________________________________
તમામ ઉમ્ર મને જિંદગીએ લુંટ્યો છે,
મરણનાં હાથમાં પ્હૉંચી હવે સુરક્ષીત છું.
- આદીલ મન્સુરી.

This entry was posted on Friday, June 20th, 2008 at 2:45 am and is filed under General. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 Responses to “મહાન શાયરો ના શેર”

  1. ગઝલ « Satish244292’s Weblog Says:

    [...] Comments [...]

  2. Harsukh Thanki Says:

    બધી જ પંક્તિઓ લગડી જેવી છે. એને મન ભરીને માણવાની જ હોય…

  3. Dave Pratik Says:

    What to lapse ??????? After long thoughts only a word found “NOTHING”

  4. mehul Says:

    નથી હું ગઝલકાર કે નથી હું શાયર…..
    એક જ ભૂલ કરી મારી જિંદગી માં….

    સાચો પ્રેમ કરવાની… એનાજ પરિણામ ભોગવી રહ્યો છું…

    નથી કરતો વળતા પ્રહાર મારા પ્રેમ ના કારણે જ ”મેહુલ”…..
    બાકી કરી સકું છું બધું હું… નથી હું કાયર…..

Leave a Reply