મુસાફિરને આજે, દિશાઓ નડે છે

મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
વિકલ્પો નડે છે, વિસામો નડે છે.

ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.

નવા નેત્રથી એને, જોવું છે જીવન
ઊગી છે જે આંખે, અમાસો નડે છે.

તને તારું જીવન, ફરી પાછું દેતાં,
હવે એને થોડા, લગાવો નડે છે.

હિમાંશુ ભટ્ટ

This entry was posted on Friday, June 20th, 2008 at 2:32 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

No Responses to “મુસાફિરને આજે, દિશાઓ નડે છે”

  1. ગઝલ « Satish244292’s Weblog Says:

    [...] મુસાફિરને આજે, દિશાઓ નડે છે [...]

Leave a Reply