અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે
અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.
હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !
દીવાલ જેવી સલામત જગાઓ શોધીને
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.
- રમેશ પારેખ
June 20th, 2008 at 9:10 am
[...] Comments [...]
July 18th, 2010 at 10:42 am
ગુગલ પર ‘ ઝાંઝવું’ શોધતાં પહેલી જ સર્ચમાં આ મળ્યું, ગમ્યું અને તરત ચિપકાવી દીધું !
http://gadyasoor.wordpress.com/2010/07/18/mirage/
આભાર. આવી સરસ ગઝલ મેળવી આપવા માટે.