ગમે છે
June 18th, 2008
કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે,કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,ભાવે છે ભાર મનને ભારણ મને ગમે છે.
આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ,આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.
‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિ કાવ્ય મારાં,મે રોઈને ભર્યાં છે એ રણ મને ગમે છે.
- ઘાયલ






