ગાંધીજી નો માતૃભાષાનો આગ્રહ

સન ૧૯૧૫ના પ્રારંભની વાત છે.
દક્ષિ‍ણ આફ્રિકાનું કાર્ય પૂરું કરી વિલાયત થઈને મહાત્માજી હિંદુસ્તાન આવ્યા.મુંબઈ બંદરે ઊતર્યા ત્યારે દક્ષિ‍ણ આફ્રિકાના આ વિજયી
બેરિસ્ટરની મુલાકાત લેવા માટે એક પારસી ખબરપત્રી છેક બંદર પર પહોંચી જઈને તેમને મળ્યો. મુલાકાતીઓમાં સૌથી પહેલાં પહોંચી જવાની તેની હોંશ હતી.

તેમણે પૂછેલા સવાલનો જવાબ
આપતાં પહેલાં બાપુએ કહ્યું : ‘ભાઈ, તમે હિંદી છો, હું પણ હિંદી છું.
તમારી માતૃભાષા ગુજરાતી છે, મારી પણ ગુજરાતી છે, તો પછી તમે મને અંગ્રેજીમાં કેમ સવાલ પૂછો છો ? તમે શું એમ માનો છો કે દક્ષિ‍ણ આફ્રિકામાં રહી આવ્યો એટલે મારી જન્મભાષા ભૂલી ગયો ? અથવા
એવું તો માનતા નથી ને કે મારા જેવા બેરિસ્ટર સાથે અંગ્રેજીમાં વાત કરવી જ શોભે ?‘
ખબરપત્રી શરમાયો કે નહીં એ હું જાણતો નથી, પણ એને નવાઈ થઈ ખરી. પોતાની મુલાકાતના હેવલમાં બાપુના આ જવાબને જ તેણે અગ્રસ્થાન આપ્‍યું હતું.

તેણે બીજા સવાલો શા પૂછ્યા અને બાપુએ જવાબો શા આપ્‍યા એ હું ભૂલી ગયો છું. પણ આપણા દેશના નેતાઓમાં એક નેતા એવા છે જે માતૃભાષમાં બોલવાની સ્વાભાવિકતાનું મહત્વ સમજે છે એ જાણી
સૌને સંતોષ થયો.

-કાકાસાહેબ કાલેલકર

This entry was posted on Thursday, June 12th, 2008 at 10:53 am and is filed under General. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

2 Responses to “ગાંધીજી નો માતૃભાષાનો આગ્રહ”

  1. Dhaval Navaneet Says:

    khub sundar..bapu etale bapu j…aapne pan te anusarvu j padshe ..English ma rof jamavvanu have bandh kari gujrati bhasha no upyog vadharvo padshe ..jyaa jarur chhe tyaa vaat alag chhe

  2. Dhaval Navaneet Says:

    વાત હું ગુજરાતીની કરું તો ગુજરાતી શબ્દો જ વપરાય તે પણ જરૂરી છે એટલે ફરી પાછો ટીપ્પણી કરવા રોકાયો ..હવે વેબસાઈટ પર ગુજરાતી લખવું અઘરું નહિ પણ સરળ છે ..પ્રત્યેક્ષ કે પરોક્ષ્ રીતે આપને ગુજરાતી ભાષા ને જીવંત રાખવા પ્રયત્નશીલ રેહવું પડશે, કોઈ મહાન કે મોટા ગજાનો વ્યક્તિ શરૂઆત કરશે તે વિચાર્યા કરતા આપણે જ શરૂઆત કરી એ ….

Leave a Reply