વરસાદ ના સમ છે
હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે
પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે
તમોને રાત આખી રહી જવાના કોડ જા જાગ્યા
તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે
તમે નખશીખ ભીંજાયા, અમે તો સાવ કોરાકટ
જરા ખોબો ભરી ને ન્હાવ ને વરસાદ ના સમ છે
તમે આપ્યા છે સમ એ સમનુ થોડુ માન તો રાખો
ચલો સમ તમે પણ ખાવ ને વરસાદના સમ છે
— Unknown poet
June 12th, 2008 at 5:38 pm
I think this poem is of Mukesh Joshi, or Dilip rawal.
Jay Gurjari,
Chetan framewala
July 12th, 2009 at 1:13 pm
આ વરસાદી ગઝલ શ્રી દિલીપ રાવળની છે.
મનહર ઉધાસના સ્વરમાં સાંભળવા માટે અહીં ક્લિક કરો.