ગુજરાતી ભજન નો રસથાળ
પ્રસ્તુત છે મારા મનગમતા ભજનો –
આમતો મને નરસીહ મહેતા ના ભજનો પહેલે થી જ ગમે, એમના ભજનો સાંભળતી વખતે અદભુત અનુભુતિ થાય છે.
—————————————————————————–
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ જન
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે… વૈષ્ણવ જન
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે… વૈષ્ણવ જન
- નરસિંહ મહેતા
——————————————————————————
નારાયણનું નામ જ લેતાં વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મીવરને ભજિયે રે … નારાયણ
કુળને તજિયે, કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનિ સુત દારાને તજિયે જેમ તજે કંચુકી સાપ રે … નારાયણ
પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનામ રે;
ભરત શત્રુઘ્ને તજિ જનેતા, નવ તજિયા શ્રીરામ રે … નારાયણ
ઋષિ પત્નિએ શ્રીહરિ કાજે તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કાંઇ ના ગયું પામી પદારથ ચાર રે … નારાયણ
વ્રજ વનિતા વિઠ્ઠલવર કાજે સર્વ તજીને ચાલી રે;
ભણે નરસૈંયો વૃંદાવનમાં મોહન સાથે મહાલી રે … નારાયણ
- નરસિંહ મહેતા
—————————————————————————
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … 1
કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … 2
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … 3
રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … 4
મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … 5
લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … 6
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …7
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … 8
બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … 9
નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … 10
બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … 11
થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … 12
- નરસિંહ મહેતા
—————————————————————————–
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે,
ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે … ભોળી
શેરીએ શેરીએ સાદ પાડે, કોઇને લેવા મુરારિ રે,
નાથ-અનાથના ને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે … ભોળી
વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે;
મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે … ભોળી
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઉભા પેખે રે;
ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે … ભોળી
ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે;
દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે … ભોળી
- નરસિંહ મહેતા
————————————————————————–
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને
- નરસિંહ મહેતા
May 8th, 2009 at 6:03 am
Hi, nice post. I have been thinking about this issue,so thanks for blogging. I’ll likely be subscribing to your blog. Keep up great writing
December 27th, 2010 at 11:29 am
ભાવ ભજન
ઢાળ: રાગ ભૈરવી જેવો
ભજન જો ભાવ સે હોતા, ભૂધર કો ભી મિલાતા હૈ
ન આતે હેં જો ખ્વાબો મેં, વો માધવ દૌડ આતા હૈ…
મીરાં કે મન બસ ગયા મોહન, નાચ દીખાયા નટવર કો
સમા ગઇ વો મૂખ મંડલ મેં, પ્રભૂ પ્રેમે પચાતા હૈ…
ભિખારી જબ ભિખ કે ખાતિર, ધૂન મચાએ માધવ કિ
કરે ક્રુપા ના કણ કિ ક્રુપાલુ, કૌવે કો ખૂદ ખિલાતા હૈ…
ગજ ને જીવન વ્યર્થ ગંવાયા, અંત ઘડી હરિ શરને આયા
પ્રેમ પિછાની પ્રિતમ ધાયા, પલક મેં ચક્ર ચલાતા હૈ…
રાવન જાને રિપૂ રઘુવર કો, પર- શરન લગાતા મન મરકટ કો
અંત સમય પ્રભુ બાન વ્હલાકે, જીવન સે મોક્ષ દિલાતા હૈ…
ચેત ચેત નર રામ રતિલે, પ્રભુ ભજન કિ પ્યાલી ભરલે
દીન “કેદાર” હરિ નામ સુમર લે, આભય પદ આપ દિલાતા હૈ…
રચયીતા
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ-કચ્છ.
kedarsinhjim@gmail.com
January 21st, 2011 at 5:33 pm
ભક્ત બોડાણો
ઢાળ:- કીડી બાઇ ની જાન જેવો
ભક્ત ઉધારણ ભૂધરો રે, રાખે ભક્તો ની નેમ
પણ બધએ એના પાળતો, રાખે બાળક ની જેમ
ભોળા ભક્તો નો ભગવાના છે..
ડાકોરે વસે એક દૂબળો રે, જેણે રાખેલી ટેક
પૂનમે દ્વારીકા આવતો, નહિં કરતો મિનમેખ
દર્શન કરવાની એને નેમ છે..
ઘણા વખત ના વાણા વાયા, નહિં તોડેલી ટેક
પણ-શરીર સૂકાણું સમય જતાં, ખૂટ્યાં મનના આવેગ
પહોંચી જરાની હવે પિડ છે..
આવતી પૂનમે કેમ પહોંચાસે, લાગે છેલ્લિ છે ખેપ
સાંભળો અરજ મારી શામળા, કરૂં વિનંતી હરિ એક
તારે ભરોંસે મારી નાવ છે…
કાયા મારી શા કામની રે, જો ના પણ ને પળાય
દેહ પડે જો તારે દેવળે, માન મારું રહી જાય
દોરી તમારે હાથછે..
દોડી દામોદર આવીયાં રે, જાલ્યો બોડાણા નો હાથ
રહું સદા તારા સંગ માં, કદી છોડૂં નહિં સાથ
ભક્ત થકી ભગવાન છે..
ઠાકોર ચાલ્યાં સંગમાં રે, બેસી બોડાણા ની સાથ
ગુગળી ગામમાં ગોતતા, ક્યાંછે દ્વારીકા નો નાથ
નક્કિ બોડાણાનો હાથ છે…
વાર ચડી જાણી વિઠ્ઠલે રે, કિધી બોડાણાને વાત
મૂકિદે મુજને વાવમાં, પછી આવેછે રાત
તારો ને મારો સંગ છે..
ગોતિ ગોતિ ને ગયા ગુગળી રે, નહિં મળીયા મહારાજ
ઠાકોર પહોંચ્યા ડાકોર માં, રહ્યાં બોડાણા ને કાજ
છોડ્યા સૌ રાજ ને પાટ છે..
જાણી સૌ ગુગળી આવીયાં રે, આવ્યાં ડાકોર મોજાર
આપો અમારો ભૂધરો, કીધાં આવી પોકાર
બોડાણો દ્વારીકા નો ચોર છે..
નથી હું ચોર કે નથી ધુતારો, પાળ્યો પ્રભુનો આદેશ
કહ્યું કાનુડાનું મેં કર્યું, ગુનો મારો નહિં લેશ
ખોટું તમારૂં આળ છે..
જાણી બોડાણાને દૂબળો રે, રાખે ગુગળી વિચાર
હરિ બરાબર હેમ દ્યો, તોજ તારો કિરતાર
પ્રભુ ભજવાની જો હામ છે..
કહે કાનુડો કાનમાં રે, રાખ વાળી સંગાથ
તુલસી નું પાન પધરાવજે, નહિં નમે તારો નાથ
તારી તે લાજ મારે હાથ છે..
તુલે તુલ્લાની ભાળ મંડાણી, નથી નમતું આમાં કોય
ગુગળી પડ્યા હરિ પાય માં, પ્રભુ છોડું નહિં તોય
એક તમારો આધાર છે..
એક પુજામાં આવું દ્વારીકા, એક ડાકોર મોઝાર
આપ્યું વચન વનમાળીએ, ગૂણ ગાતો “કેદાર”
ધન્ય બોડાણા તારી ટેક છે..
રચયતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
http://www.kedarsinhjim.blogspot.com
January 22nd, 2011 at 4:11 pm
પુ.મોરારી બાપુ ની કથામાં પહેલાં એક ધુન શાંભળવામળતી, જેના બોલ હતા.ગોવિંદ કે ગુન ગાયે જા ઔર પંથ તેરા બઢાયે જા
વો ખૂદ હી મિલને આયેગા, તું બંદગી કો નિભાયે જા…આ બે જ લાઇન શાંભળીને તેને પુર્ણ કરવાની ઇચ્છા થતી, તેથી એજ ઢાળમાં મે મારી રીતે એક રચના બનાવી, જે નિચે મુજબ છે.
ગોવિંદ ગાન
ગોવિંદ કે ગુન ગાયે જા,માલા મોહન કી ફિરાયે જા
સંસાર સે મૂખ મોડલે, ઔર હરિ શરન મેં લગાયેજા…
માનુજ તન તુજકો દિયા, તેરા સભી જિમ્મા લિયા
તુજે મોક્ષ કા મૌકા દિયા, તું અમર પદ કો પાયે જા…
દિ હે તુજે શુભ જિંદગી, કરને પ્રભુ કિ બંદગી
પી લે હરિ રસ પ્યારસે, ઔરોં કો ભી તું પિલાયે જા…
હરદમ હરિ કા જાપ કર, માયાકો મનસે ત્યાગ કર
અપના સફ઼્અલ અવતાર કર, જીવન મરન કો મિટાયે જા..
દીન કે તું દીનેશ હે, ઔર સુર કે તું સુરેશ હે
તો “કેદાર” કૈસે દૂર હે, અપને શરન મેં બિઠાયે જા
રચયતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
http://www.kedarsinhjim.blogspot.com