પહોંચી ન શકું એટલા એ દૂર નથી
પહોંચી ન શકું એટલા એ દૂર નથી પણ સાવ નિકટ આવવા આતુર નથી શ્વાસોમાં સમાઉં તો મને એ રોકી લે વહી જાઉં હવામાં તો એ મંજૂર નથી – જવાહર બક્ષી
પહોંચી ન શકું એટલા એ દૂર નથી પણ સાવ નિકટ આવવા આતુર નથી શ્વાસોમાં સમાઉં તો મને એ રોકી લે વહી જાઉં હવામાં તો એ મંજૂર નથી – જવાહર બક્ષી
કેમ છો વાચક મીત્રો? જય શ્રેી ક્રિષ્ના, આશા છે કે તમને ગુજરતી કવિતા ના પોસ્ટ વાચવા ગમ્તા હસે. તમારા પ્રતિભાવો બદલ ખુબ ખુબ આભાર. જો તમારી પાસે કવિતા કે ગઝલો હોય અને તમે એને બિજા વચકો સાથે share કરવા માગ્તા હોવ તો તામે મને sachania@gmail.com પર ઈમેઈલ કારી શકો છો. ખાસ વાત્ઃ કવિતા કે ગઝલ [...]
પથ્થર મારું ને વાગે મને, એવી રીતે તું મળજે મને. એવી રમત તો ગમશે બહુ, પવન બનીને પકડજે મને. પરપોટો છું હું ફૂટી જવાનો, બે મીઠી વાતો’તો કહેજે મને. ખોબો ભરીને આપી દે ખ્વાઈશ, બાકી કંઈના દેજે મને. – શ્રીરામ સુરેન્દ્ર
ખૂબસૂરત હોય છે બેફિકર જિંદગી, ઉદયથી અસ્તલગ છે સફર જિંદગી. લક્ષ્યનો વેધ જો ના થયો તોય શું ? જીવશું માછલીની વગર જિંદગી. શ્વાસમાં એ જ છે રૂહમાં એ જ છે, મારે મન આપની એ નજર જિંદગી. રોજ રગમાં ખીલે એક નાનો નશો, આપ હો પાસને હો અફર જિંદગી. – શ્રીરામ સુરેન્દ્ર
તે છતાં ઊગી ગયાં છે જંગલો, મેં હથેળીને કદી સીંચી નથી. એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી – આંખ આખી જિંદગી મીંચી નથી. – યોગેશ જોષી
દિલ તમોને આપતા આપી દીધું પામતાં પાછું અમે માપી લીધું. માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં ચોતરફથી કેટલું કાપી લીધું ! – મનહર મોદી
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. ઝંખે મિલનને કોણ જો એની મજા કહું ! તારો જે દૂરદૂરથી સહકાર હોય છે. ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. કાયમ રહી [...]
ચહલપહલની રાહ જોઉં છું ક્યાં કોઈ હલની રાહ જોઉં છું ? તારા શરમાતા ચહેરા પર નવી ગઝલની રાહ જોઉં છું આંખોથી અથડાતા લોકો એક શકલની રાહ જોઉં છું વર્ષાનાં છે વળતાં પાણી તેજ અસલની રાહ જોઉં છું -હેમેન શાહ
ઉચ્છવાસે નિઃશ્વાસે મારી એક જ રટણા હો, તું મુજમાં તુજ ધામ રચી જા, એ શુભ ઘટના હો. -સુંદરમ્
લાગણીની બીક લાગે છે મને વાત એ પણ ઠીક લાગે છે મને પાણીમાં ચહેરાને જોયો એ પછી દર્પણો દાંભીક લાગે છે મને ! – ચિનુ મોદી