Archive for May, 2008

ચાલ્યા જશું

Posted on May 30th, 2008 by gujaratikavita  |  No Comments »

ના મળો જો આપ તો અટકળ કરી ચાલ્યા જશું, રેતમાં ઘર બાંધશું, થોડું રમી, ચાલ્યા જશું. દૂર થાશે ઝાંઝવાનુ ખોખલું દરિયાપણું, આંખમાં સાગર ભરીને રણ ભણી ચાલ્યા જશું. યાદના સૂરજ અચાનક માર્ગમાં ઊગી જશે, બસ પછી તો ભાગ્યામા ઝળહળ ગણી ચાલ્યા જશું. આ તે કેવો શાપ છે એકલપણાના ભારનો, શ્વાસને સૌ આપના ચરણે ધરી ચાલ્યા [...]

Gujarati Rap Songs

Posted on May 29th, 2008 by gujaratikavita  |  No Comments »

Here are some more cool Gujarati Rap Songs…. [youtube=http://www.youtube.com/watch?v=1GAoj84SoOs] —————————————————- [youtube=http://www.youtube.com/watch?v=4gh5-bnmDJQ]

Dard-E-Disco in Gujarati

Posted on May 29th, 2008 by gujaratikavita  |  11 Comments »

Cool Clip of Dard-E-Disco in Gujarati —- [youtube=http://www.youtube.com/watch?v=Ky3rUSVt8aQ] —————————————————————– એ રુપાળિ છે ગામની ગોરી કામણગારી કુંવારી છોરી મારા સપનામાં આવીને બોલી તારે ત્યાં નહિ આવે મારી ડોલી હું ડાહ્યો ડમરો, સીધો સાદો….. ઢોલ નગારા વાગે દુ:ખનાં ડાંડિયા દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા ખેતરમાં લાંબા લાંબા ઝાડવાઓ [...]

ગઝલ લખવાનું કારણ

Posted on May 29th, 2008 by gujaratikavita  |  No Comments »

આંખને ખૂણે હજીયે ભેજ છે, આ ગઝલ લખવાનું કારણ એ જ છે. -ચિનુ મોદી

છો તમે – ચીનુ મોદી

Posted on May 29th, 2008 by gujaratikavita  |  1 Comment »

બંધ આંખે હેતુ વાંચો છો તમે રેતી દેખી સેતુ બાંધો છો તમે સાત પગલાં ચાલવા છે એટલે સાવ ટુંકો પંથ માંગો છો તમે. – ચીનુ મોદી

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ

Posted on May 29th, 2008 by gujaratikavita  |  No Comments »

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ, ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ; વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં, જેમ પડતા જાય એમ રમવું જોઈએ ! – ઉમર ખૈયામ ( અનુ.’શૂન્ય’ પાલનપુરી )

કહેવાય નહી

Posted on May 29th, 2008 by gujaratikavita  |  No Comments »

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી વેદના કામ કરી જાય તો કહેવાય નહી આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી… દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી.. પ્રાણ એ રુપ હરી [...]

જીવ્યો છું – ઘાયલ

Posted on May 29th, 2008 by gujaratikavita  |  No Comments »

ખૂબ અંદરબહાર જીવ્યો છું ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં હું ય બહુ ધોધમાર જીવ્યો છું બાગ તો બાગ, સૂર્યની પેઠે- આગમાં પુરબહાર જીવ્યો છું આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ સર્વથા શાનદાર જીવ્યો છું -’ઘાયલ’

મને ગમશે

Posted on May 29th, 2008 by gujaratikavita  |  1 Comment »

મને ગમશે ‘બેફામ’ તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે, તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે. તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને, ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે. જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ, તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે. પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને, તો [...]

ન સમજ

Posted on May 29th, 2008 by gujaratikavita  |  No Comments »

દૃષ્ટિ ભલે રાખ તમાશા ન સમજ રણ માન મગર કોઇને પ્યાસા ન સમજ બેફામ જગત આખું છે એવી માયા કે મુક્ત થવું હોય તો માયા ન સમજ. -બેફામ