જિંદગી આખી રડાવ્યો છે મને - બેફામ

May 27th, 2008

જિંદગી આખી રડાવ્યો છે મને - બેફામ
ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,

સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,

આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,

કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.

- બેફામ

No Responses to “જિંદગી આખી રડાવ્યો છે મને - બેફામ”

  1. jayeshupadhyaya says:

    આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
    મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

    સરસ ગઝલનો ગમતો શેર

Leave a Reply

RSS Feed

  • Digg
  • Delicious
  • Furl
  • Stumble
  • Technorati
  • Yahoo
Gujarati Books