જિંદગી

ખૂબસૂરત હોય છે બેફિકર જિંદગી,
ઉદયથી અસ્તલગ છે સફર જિંદગી.

લક્ષ્યનો વેધ જો ના થયો તોય શું ?
જીવશું માછલીની વગર જિંદગી.

શ્વાસમાં એ જ છે રૂહમાં એ જ છે,
મારે મન આપની એ નજર જિંદગી.

રોજ રગમાં ખીલે એક નાનો નશો,
આપ હો પાસને હો અફર જિંદગી.

– શ્રીરામ સુરેન્દ્ર

This entry was posted on Monday, May 26th, 2008 at 5:28 am and is filed under ગઝલો. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply